Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સનકી પ્રેમીએ એકતરફી પ્રેમમાં ટીનેજરને છતથી ગળાફાંસો આપીને લટકાવી, લોકો જોઈ જતાં નીચે પટકીને ભાગી ગયો

સનકી પ્રેમીએ એકતરફી પ્રેમમાં ટીનેજરને છતથી ગળાફાંસો આપીને લટકાવી, લોકો જોઈ જતાં નીચે પટકીને ભાગી ગયો

Published : 07 June, 2026 12:39 PM | IST | Madhya Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મધ્ય પ્રદેશના શિવપુરીમાં ખોડ ગામે શુક્રવારે સવારે એક સનકી પ્રેમીએ ૧૭ વર્ષની ટીનેજરના પ્રેમમાં તેના ઘરમાં ઘૂસીને તાયફો કર્યો હતો

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

અજબ ગજબ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


મધ્ય પ્રદેશના શિવપુરીમાં ખોડ ગામે શુક્રવારે સવારે એક સનકી પ્રેમીએ ૧૭ વર્ષની ટીનેજરના પ્રેમમાં તેના ઘરમાં ઘૂસીને તાયફો કર્યો હતો. તેને ખબર હતી કે એ સમયે ટીનેજર ઘરમાં એકલી હશે એટલે તેણે પહેલાં તો પ્રેમથી મનાવવાની કોશિશ કરી, પણ ડરેલી છોકરીએ પ્રતિકાર કરતાં તેના પર કુહાડીથી વાર કર્યો. કોઈક રીતે કન્યા એ વાર ચૂકવીને ત્યાંથી ભાગીને ઉપરના રૂમમાં ગઈ તો પ્રેમી ત્યાં પણ પાછળ અવ્યો અને તેને ઢસડીને છેક છત પર લઈ ગયો અને ગળામાં દોરડું વીંટીને તેને છતથી નીચે લટકાવી દીધી. જોકે ઘરની બહારના આ દૃશ્યને જોઈને આસપાસના લોકોએ હોબાળો મચાવતાં તેણે દોરી છોડી દીધી હતી અને ટીનેજર છત પરથી નીચે પટકાઈ હતી. પાડોશીઓએ લોહીલુહાણ હાલતમાં ટીનેજરને હૉસ્પિટલમાં પહોંચાડી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

07 June, 2026 12:39 PM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK