ક્યારેક તો તે પોતાના જ વાળમાં હલેસાં બનાવીને નાવડી હંકારતી હોય એવો આભાસ પણ ઊભો કરે છે. વાળની લટને ચોક્કસ શેપમાં અરેન્જ કરીને એક નવી જ થીમ આર્ટનું આ કન્યાએ સર્જન કર્યું છે.
પોતાના લાંબા, કાળા તેમ જ ગૂંચળાદાર વાળમાંથી બનાવે છે સ્કેચ-સ્ટાઇલ આર્ટવર્ક
ન્યુ યૉર્કમાં રહેતી લેટિટિયાકી નામની બ્લૅક ઍક્ટ્રેસ અને આર્ટિસ્ટને સાવ અલગ જ માધ્યમનો ઉપયોગ કરીને આર્ટવર્ક તૈયાર કરવાનો ચસકો છે. તે લાંબા વાળની લટોની ગોઠવણી કરીને એવી હેરસ્ટાઇલ બનાવે છે જે રોજબરોજના જીવનમાં વપરાતાં સાધનો જેવો શેપ ધારણ કરે છે. તે વાળમાંથી હંસ બનાવવો, ચાની કીટલી બનાવવી, ત્રાજવાં, નાવડી કે ઈવન પશુ-પંખીઓના ચહેરા બનાવીને એની ચોક્કસ ઍન્ગલમાં ફોટોગ્રાફી કરીને એવાં શિલ્પો બનાવે છે જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. ક્યારેક તો તે પોતાના જ વાળમાં હલેસાં બનાવીને નાવડી હંકારતી હોય એવો આભાસ પણ ઊભો કરે છે. વાળની લટને ચોક્કસ શેપમાં અરેન્જ કરીને એક નવી જ થીમ આર્ટનું આ કન્યાએ સર્જન કર્યું છે.
