બદલો લેવાની ભાવનામાં માણસને સાચું કે ખોટું કંઈ જ નથી દેખાતું. નાઇજીરિયામાં એક યુવતીએ ભૂતપૂર્વ બૉયફ્રેન્ડનો બદલો લેવાના ચક્કરમાં એકને નહીં, પાંચ જણને મારી નાખ્યા.
અજબગજબ
છોકરીએ પોતાના એક્સ-બૉયફ્રેન્ડને સબક શીખવવા માટે કાળાં મરીવાળો તીખો સૂપ પીવા આપ્યો હતો.
બદલો લેવાની ભાવનામાં માણસને સાચું કે ખોટું કંઈ જ નથી દેખાતું. નાઇજીરિયામાં એક યુવતીએ ભૂતપૂર્વ બૉયફ્રેન્ડનો બદલો લેવાના ચક્કરમાં એકને નહીં, પાંચ જણને મારી નાખ્યા. નાઇજીરિયાના ઇડો શહેરના એક ઘરમાં પાંચ યુવકોની લાશ જોવા મળી હતી. આ પાંચેપાંચ યુવકોને ઝેર આપીને મારી નાખવામાં આવ્યા હતા અને તેમના મોત માટે જવાબદાર હતી એક છોકરી. આ છોકરી હકીકતમાં એક જ જણને મારવા માગતી હતી અને એ હતો તેનો બૉયફ્રેન્ડ. છોકરીએ પોતાના એક્સ-બૉયફ્રેન્ડને સબક શીખવવા માટે કાળાં મરીવાળો તીખો સૂપ પીવા આપ્યો હતો. સૂપ લઈને તે ઘરે ગયો અને ત્યાં તેણે બીજા ચાર ફ્રેન્ડ્સ સાથે શૅર કરીને એ સૂપ પીધો. સ્થાનિક પોલીસે વધુ તપાસ માટે આ છોકરીની ધરપકડ કરી છે.