Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૯ વર્ષનો ટાબરિયો મ્યુઝિયમ ચલાવે છે

૯ વર્ષનો ટાબરિયો મ્યુઝિયમ ચલાવે છે

Published : 21 July, 2026 04:32 PM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમેરિકાના 9 વર્ષના ઍન્ડરસન ટેલરે ડાયનોસોર પ્રત્યેના શોખને અનોખી સિદ્ધિમાં ફેરવી દીધો છે. પોતાનું નૅચરલ હિસ્ટરી મ્યુઝિયમ શરૂ કરીને તેણે ગિનેસ વર્લ્ડ રેકોર્ડમાં વિશ્વના સૌથી નાની ઉંમરના મ્યુઝિયમ ક્યુરેટર તરીકે સ્થાન મેળવ્યું છે.

સૌથી યુવા મ્યુઝિયમ ક્યુરેટર ઍન્ડરસન ટેલર

સૌથી યુવા મ્યુઝિયમ ક્યુરેટર ઍન્ડરસન ટેલર


અમેરિકામાં રહેતો ૯ વર્ષના ઍન્ડરસન ટેલરને તાજેતરમાં યંગેસ્ટ મ્યુઝિયમ ક્યુરેટરનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ આપવામાં આવ્યો. આ ભાઈએ પોતાનું આગવું નૅચરલ હિસ્ટરી મ્યુઝિયમ ખોલ્યું છે. ડાયનોસૉરના શોખીન આ છોકરાએ ડાયનોસૉરને લગતી રૅર ચીજો એકત્રિત કરીને જોવા માટે ખુલ્લી મૂકી છે. તેના કલેક્શનમાં ડાયનોસૉરનાં હાડકાં, પુરાતત્ત્વ મહત્ત્વ ધરાવતા પથ્થર, લગભગ સદી જૂની પ્રાકૃતિક ચીજો એ સમયના વિવરણ અને લેબલ સાથે સાચવીને રાખી છે. તે જ્યારે સાડાઆઠ વર્ષનો હતો ત્યારે સ્કૉટલૅન્ડમાં ડાયનોસૉરનું એક મ્યુઝિયમ જોઈને તેને પોતાનું આગવું મ્યુઝિયમ ખોલવાનો વિચાર આવ્યો હતો. તેણે એક જૂના બિલ્ડિંગમાં પુરાણકાળનો માહોલ ક્રીએટ કરીને ડાયનોસૉરને લગતી માહિતી એકત્ર કરવાનું શરૂ કર્યું. પોતાની મ્યુઝિયમ બનાવવાની ઇચ્છા સોશ્યલ મીડિયા પર શૅર કરતાં કેટલાક લોકોએ તેને રૅર અને દુર્લભ કહેવાય એવી ચીજો આપી. એ પછી તેણે એ ચીજોને મ્યુઝિયમની જેમ સજાવીને રાખી છે. ૯ વર્ષ અને ૩૪૦ દિવસની ઉંમરે તેને વિશ્વના યંગેસ્ટ મ્યુઝિયમ ક્યુરેટરનો ખિતાબ મળ્યો હતો. આ ખિતાબ મળ્યા પછી ઍન્ડરસનને મ્યુઝિયમને વધુ સમૃદ્ધ બનાવવા માટે લોકો પાસેથી ભંડોળ પણ મળી રહ્યું છે. 


Whatsapp-channel Whatsapp-channel

21 July, 2026 04:32 PM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK