Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પાકિસ્તાની પોલીસે બે હાથ વિનાના યુવાનને પથ્થરમારો કરવા બદલ જેલભેગો કર્યો

પાકિસ્તાની પોલીસે બે હાથ વિનાના યુવાનને પથ્થરમારો કરવા બદલ જેલભેગો કર્યો

Published : 17 August, 2026 08:51 PM | IST | Islamabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇમરાન ખાનની મુક્તિ માટેના પ્રદર્શનમાં પોલીસે બે હાથ વિનાના લતીફ ઉલ્લાહ પર પથ્થરમારો અને પોલીસ પર લાકડીથી હુમલો કરવાનો આરોપ મૂક્યો. કોર્ટમાં સત્ય સામે આવતાં તેને મુક્ત કરવામાં આવ્યો.

પાકિસ્તાની પોલીસે બે હાથ વિનાના યુવાનને પથ્થરમારો કરવા બદલ જેલભેગો કર્યો

પાકિસ્તાની પોલીસે બે હાથ વિનાના યુવાનને પથ્થરમારો કરવા બદલ જેલભેગો કર્યો


પાકિસ્તાનમાં કાયદો અને વ્યવસ્થાના નામે કંઈ પણ થતું આવે છે એનો એક કિસ્સો તાજેતરમાં વાઇરલ થયેલા એક FIRથી સમજાય છે. પાંચમી ઑગસ્ટે ઇસ્લામાબાદમાં ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને છોડવાની માગણી કરતું એક પ્રદર્શન થયું હતું. પ્રદર્શન દરમ્યાન પોલીસ પર કેટલાક પ્રદર્શનકારીઓએ પથ્થરમારો કર્યો હતો. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે બેફામ લાઠીઓ ચલાવીને કેટલાક લાકોને પકડીને જેલમાં પૂરી દીધા. આ લોકોમાં લતીફ ઉલ્લાહ સદોજઈ નામના ભાઈ પણ હતા. લતીફ સામેની ફરિયાદમાં લખવામાં આવ્યું હતું કે તેણે પોલીસ પર પથ્થર ફેંક્યા હતા અને પોલીસોને લાકડીથી પીટ્યા હતા. ધરપકડ પછી લતીફને ત્રણ દિવસના ફિઝિકલ રિમાન્ડમાં પણ લેવામાં આવ્યો ત્યારે પણ તે કરગરતો રહ્યો કે તે કોઈના પર હુમલો કરી શકે એમ નથી, પણ પોલીસ સાંભળવા તૈયાર નહોતી. આખરે જ્યારે લતીફને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે તેના વકીલે કોર્ટ સામે સવાલ ઉઠાવ્યો હતો કે મારા અસીલને બે હાથ જ નથી અને જે લાકડી કે પથ્થર પકડી શકે એમ નથી તેણે પોલીસ પર હુમલો કઈ રીતે કર્યો? મૅજિસ્ટ્રેટે આ દલીલ પછી લતીફને છોડી મૂક્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

17 August, 2026 08:51 PM IST | Islamabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK