આજકાલ વેડિંગમાં નવી સર્વિસ શરૂ થઈ છે. પર્સનલ ફોટોગ્રાફર ‘ક્લિક બડી’ની
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
ભારતીય લગ્નોમાં મહેમાનો સામાન્ય રીતે સારું ખાવાનું જ શોધતા હોય છે, પણ બદલાયેલા ડિજિટલ જમાનામાં હવે લગ્નોમાં ફોટોગ્રાફ્સ અને રીલ્સનું પણ મહત્ત્વ ખૂબ વધી ગયું છે. મહેમાનો પોતાનો એક સારો ફોટો કે વિડિયો બનાવીને એને સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરવા માટે પણ એટલા જ તલપાપડ રહેતા હોય છે. એવામાં આજકાલ વેડિંગમાં નવી સર્વિસ શરૂ થઈ છે. પર્સનલ ફોટોગ્રાફર ‘ક્લિક બડી’ની. યંગસ્ટર્સને લગ્નના ઝાકમઝોળ માહોલમાં અલગ-અલગ જગ્યાઓએ યુનિક ફોટો અને વિડિયો પાડી આપવાનું કામ કરે છે એ ક્લિક બડી. આ એક સ્ટાર્ટઅપ કંપનીની સર્વિસ છે. આ ફોટોગ્રાર્ફ્સ મહેમાનોને બેસ્ટ લાઇટ, બેસ્ટ બૅકગ્રાઉન્ડ અને મહેમાનોની જરૂરિયાત મુજબ બેસ્ટ રીલ બનાવવામાં હેલ્પ કરે છે. એકબીજાને ફોટો પાડવા માટે કહેવું પણ નથી પડતું અને યજમાનનો ફોટોગ્રાફર ક્યારે ફ્રી થશે એની પણ રાહ જોવાની નથી રહેતી. લગ્નોમાં યજમાને હાયર કરેલા એક-બે ફોટોગ્રાફર પર નિર્ભર રહેવાને બદલે તમને પર્સનલ ફોટોગ્રાફર મળી જાય અને યજમાન તરફથી ક્યારે તસવીરો આવશે એની રાહ પણ જોવી નથી પડતી.
