પોતાના વજનને કારણે પતિનું નજર સામે મૃત્યુ થયું એ વાતે ડિપ્રેશનમાં સરી પડેલી પત્નીને હવે આઘાતમાંથી બહાર લાવવા માટે કાઉન્સેલિંગ સેશન્સ લેવાં પડી રહ્યાં છે
પ્રતીકાત્મક તસવીર
પોર્ટુગલમાં ૫૯ વર્ષના એક ભાઈનું અજીબોગરીબ દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. કારણ હતું તેમની ભારેખમ પત્ની. વાત એમ હતી કે પત્નીનું વજન ૧૦૦ કિલોથીયે વધુ હતું, જ્યારે આ ભાઈ સુકલકડી હતા. તેઓ પલંગની નીચે સૂતા હતા અને પત્ની પલંગમાં. પથારીમાંથી ઊઠતી વખતે પત્ની સંતુલન ગુમાવીને પડી જતાં જમીન પર સૂતેલા પતિ પર પડી હતી. તે પથારી અને દીવાલની વચ્ચે એવી ફસાઈ ગઈ કે જાતે ઊઠી જ ન શકી. પાડોશમાંથી પાંચ માણસોને મદદ માટે બોલાવવામાં આવ્યા ત્યારે તે માંડ ઊઠી શકી હતી. જોકે આ બધું થાય ત્યાં સુધીમાં શ્વાસ રૂંધાવાથી પ્રાણઘાતક હાર્ટ-અટેક આવ્યો અને પતિના રામ રમી ગયા. આ ઘટના પછી પોલીસે કોઈ સાજિશ તો નથીને એની તપાસ કરી, પણ એમાં બહાર આવ્યું હતું કે આ એક દુઃખદ અકસ્માત જ હતો. જોકે પોતાના વજનને કારણે પતિનું નજર સામે મૃત્યુ થયું એ વાતે ડિપ્રેશનમાં સરી પડેલી પત્નીને હવે આઘાતમાંથી બહાર લાવવા માટે કાઉન્સેલિંગ સેશન્સ લેવાં પડી રહ્યાં છે.

