Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પિતાના મૃત્યુની દસમી વરસી પર દીકરાએ આખું થિયેટર બુક કરીને ૨૦૦ રામભક્તોને બતાવી હનુમાન અંશ ફિલ્મ

પિતાના મૃત્યુની દસમી વરસી પર દીકરાએ આખું થિયેટર બુક કરીને ૨૦૦ રામભક્તોને બતાવી હનુમાન અંશ ફિલ્મ

Published : 17 September, 2026 08:17 PM | IST | Gurdaspur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પંજાબના ગુરદાસપુરના કલાનૌર ગામમાં નરેન્દ્ર વિજે પિતાની દસમી મૃત્યુજયંતી પર ૨૦૦થી વધુ રામભક્તો માટે આખું થિયેટર બુક કરાવી ‘હનુમાન અંશ’ ફિલ્મ બતાવી. રામભક્તોનું સન્માન થયું અને ભજન-મંડળીની પ્રસ્તુતિ સાથે રામનામનો જાપ થયો.

પિતાના મૃત્યુની વરસી પર દીકરાએ ૨૦૦ રામભક્તોને બતાવી હનુમાન અંશ ફિલ્મ

પિતાના મૃત્યુની વરસી પર દીકરાએ ૨૦૦ રામભક્તોને બતાવી હનુમાન અંશ ફિલ્મ


પંજાબના ગુરદાસપુરના કલાનૌર ગામમાં નરેન્દ્ર વિજ નામના ભાઈએ પિતા સુરિન્દર વિજની દસમી મૃત્યુજયંતી પર એક આખું થિયેટર બુક કરાવ્યું હતું અને ૨૦૦થી વધુ રામભક્તોને ‘હનુમાન અંશ’ ફિલ્મ બતાવી હતી. સુરિન્દર વિજ સરપંચ હતા અને તેમના સમાજસેવી દીકરા નરેન્દ્ર વિજે પિતાના મૃત્યુના દસમા વર્ષની જયંતી નિમિત્તે રામભક્તો માટે આ ખાસ આયોજન થિયેટરમાં કર્યું હતું.‌ થિયેટરમાં ‘હનુમાન અંશ’ ફિલ્મના સ્ક્રીનિંગની સાથે રામભક્તોનું સન્માન કરવામાં આવ્યું અને સાથે ભજન-મંડળી દ્વારા ધાર્મિક ગીતોની વિશેષ પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આખા થિયેટરમાં ફિલ્મના સ્ક્રીનિંગની સાથે રામનામનો જાપ પણ ચાલતો રહ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

17 September, 2026 08:17 PM IST | Gurdaspur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK