Rahul Dravid spotted arguing with auto driver: જોકે રાહુલ દ્રવિડ કે બૅંગલુરુના ટ્રાફિક પોલીસ દ્વારા આ મામલે કોઈપણ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. માત્ર આ વાયરલ વીડિયોથી જ અંદાજો લગાવી શકાય છે કે ખરેખર શું બન્યું હશે.
રાહુલ દ્રવિડના વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર મિડ-ડે)
ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટર રાહુલ દ્રવિડનો એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં હંમેશા શાંત જોવા મળતો રાહુલ દ્રવિડ એક ઓટો ડ્રાઈવર સાથે ઉગ્ર દલીલ કરતો દેખાઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ ઘટના મંગળવારે સાંજે બૅંગલુરુના કનિંગહામ રોડ પર બની હતી. કનિંગહામ રોડ હાઇ ગ્રાઉન્ડ્સ ટ્રાફિક પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે.
મીડિયા અહેવાલો અનુસાર, રાહુલ દ્રવિડે ઓટો ડ્રાઈવર વિરુદ્ધ કોઈ ફરિયાદ નોંધાવી નથી. મંગળવારે સાંજે 6.30 વાગ્યાની આસપાસ રેકોર્ડ કરાયેલા આ વીડિયોમાં, રાહુલ દ્રવિડ કન્નડમાં દલીલ કરતો અને ઓટો ડ્રાઈવરને પૂછતા જોવા મળે છે કે તેણે બ્રેક કેમ ન લગાવી. ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયોને શૅર કરી માહિતી આપવામાં આવી હતી કે રાહુલ દ્રવિડ ઇન્ડિયન એક્સપ્રેસ સર્કલથી મિલર રોડ તરફ જઈ રહ્યો હતો. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે આ વીડિયો ત્યારે કૅમેરામાં કેદ કરવામાં આવી હતી જ્યારે એક દર્શકે જોયું કે આ વ્યક્તિ રાહુલ દ્રવિડ છે. ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ હેડ કોચ તેની કાર પરના સ્ક્રેચ અને સંભવત ડેન્ટ્સથી નારાજ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
આ ઘટના બાદ, કેટલાક ચાહકોના જૂથો દ્વારા ઇન્ટરનેટ પર "ઇન્દિરા નગર કા ગુંડા" જેવી ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે. અગાઉ, રાહુલ દ્રવિડે એક જાહેરાત કરી હતી જેમાં તે ગુસ્સો કરતો જોવા મળ્યો હતો. આ જાહેરાત જોઈને તેના ચાહકો અને સમગ્ર ક્રિકેટ જગતને આશ્ચર્યચકિત થઈ ગયા હતા કે રાહુલ પણ આ રીતે ગુસ્સો કરી શકે છે. આ જાહેરાત CRED ક્રેડિટ કાર્ડના પ્રચાર માટે શૂટ કરવામાં આવી હતી. જેમાં ટીમ ઇન્ડિયાનો ભૂતપૂર્વ કેપ્ટન કહેતો જોવા મળે છે કે, "ઈન્દિરાનગર કા ગુંડા હું મેં!"
View this post on Instagram
આ વીડિયો જોઈને એવું જણાઈ રહ્યું છે રાહુલ દ્રવિડની કારની ઓટો રિક્ષા વચ્ચે નાનકડો અકસ્માત થયો હશે, જેમાં ક્રિકેટરની કારને નુકસાન થતાં તે ગુસ્સે ભરાયો હશે. જોકે રાહુલ દ્રવિડ કે બૅંગલુરુના ટ્રાફિક પોલીસ દ્વારા આ મામલે કોઈપણ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. માત્ર આ વાયરલ વીડિયોથી જ અંદાજો લગાવી શકાય છે કે ખરેખર શું બન્યું હશે.
રાહુલ દ્રવિડ 2024 T20 વર્લ્ડ કપ વિજેતા ટીમ ઇન્ડિયાનો હેડ કોચ રહી ચૂક્યો છે. જ્યારે “મેન ઇન બ્લુ” 2023 ના ODI વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચવામાં સફળ રહ્યું ત્યારે તેણે જ ટીમને કોચિંગ પણ આપી હતી. રાહુલ દ્રવિડે ૧૬૪ ટૅસ્ટ મૅચ અને ૩૪૪ વનડે મૅચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. ટૅસ્ટ ક્રિકેટ દ્રવિડનું મુખ્ય ફોર્મેટ છે, જેમાં ભૂતપૂર્વ જમણા હાથના બૅટ્સમૅનએ ૧૩,૨૮૮ રન બનાવ્યા છે. વન-ડે આંતરરાષ્ટ્રીય મેચોમાં તેના નામે 10,899 રન છે.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)