થાઇલૅન્ડના રાજવી મહેલમાં એ પ્રદર્શનમાં મુકાયું એ પછીથી એની ડિમાન્ડ વધી ગઈ છે. કલાકાર રોહિત પિસલનું કહેવું છે કે આ ઍપલ બનાવવા માટે તેમણે ખૂબ મહેનત કરી છે. આ માત્ર એક ડિઝાઇન નથી, પરંતુ ભારતીય જ્વેલરી આર્ટનું સુંદર પ્રતીક છે.
ગોલ્ડ-ડાયમન્ડથી જડિત સફરજન
તાજેતરમાં મુંબઈના એક કલાકારે સોનાનું બનેલું અને હીરાજડિત સફરજન તૈયાર કર્યું છે. ગોલ્ડમૅન તરીકે જાણીતા રોહિત પિસાલ નામના કલાકારે ૯ કૅરૅટ ૩૬ સેન્ટના હીરા અને ૧૮ કૅરૅટ ગોલ્ડથી સફરજન તૈયાર કર્યું છે. આ ઍપલને ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડમાં સ્થાન મળ્યું છે અને એ થાઇલૅન્ડના રૉયલ પૅલેસમાં વેચાવા મુકાયું છે. આ સફરજનની કિંમત લગભગ ૧૦ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. આ સફરજનમાં ૨૯ ગ્રામ સોનું વપરાયું છે અને ૧૩૯૬ હીરા જડવામાં આવ્યા છે. હીરાને કારણે ઍપલ ખૂબ ઝગમગી રહ્યું છે. વિશ્વપ્રસિદ્ધ વર્લ્ડ ઇન્ટરનૅશનલ જેમોલૉજિકલ ઇન્સ્ટિટ્યૂટે આ ઍપલને જ્વેલરી પીસ તરીકે પ્રમાણિત કર્યું છે. થાઇલૅન્ડના રાજવી મહેલમાં એ પ્રદર્શનમાં મુકાયું એ પછીથી એની ડિમાન્ડ વધી ગઈ છે. કલાકાર રોહિત પિસલનું કહેવું છે કે આ ઍપલ બનાવવા માટે તેમણે ખૂબ મહેનત કરી છે. આ માત્ર એક ડિઝાઇન નથી, પરંતુ ભારતીય જ્વેલરી આર્ટનું સુંદર પ્રતીક છે.


