ભારતના પુશઅપમૅન તરીકે જાણીતા રોહતાશ ચૌધરીએ તાજેતરમાં એક નવો રેકૉર્ડ બનાવીને દેશમાં ફિટનેસ માટેનું નવું ઉદાહરણ બેસાડ્યું હતું. રોહતાશ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના ઍમ્બૅસૅડર છે.
આ છે પુશઅપમૅન ઑફ ઇન્ડિયા
ભારતના પુશઅપમૅન તરીકે જાણીતા રોહતાશ ચૌધરીએ તાજેતરમાં એક નવો રેકૉર્ડ બનાવીને દેશમાં ફિટનેસ માટેનું નવું ઉદાહરણ બેસાડ્યું હતું. રોહતાશ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના ઍમ્બૅસૅડર છે. ગઈ કાલે રોહતાશે દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં પીઠ પર ૬૦ પાઉન્ડ વજન ઉપાડીને એક કલાકમાં ૮૪૭ પુશઅપ્સ કરીને સૌથી વધુ પુશઅપ્સનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો હતો.
આ પહેલાં સિરિયાના એક ખેલાડીએ ૮૨૦ પુશઅપ્સનો રેકૉર્ડ બનાવેલો, જેને રોહતાશે ખાસ્સા માર્જિનથી તોડી નાખ્યો છે. આ રેકૉર્ડ બનાવવાનો પ્રયાસ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત કરવામાં આવ્યો હતો જે ભારત સરકાર અને રમતગમત ખાતાની એક પહેલ છે.


