૨૦૦૦ની ગુલાબી નોટો ૨૦૨૩માં આઉટ ઑફ સર્ક્યુલેશન કરી દેવામાં આવી છે.
૨૦૦૦ની ગુલાબી નોટો ૨૦૨૩માં આઉટ ઑફ સર્ક્યુલેશન કરી દેવામાં આવી છે
દર વર્ષે દિવાળીની સફાઈ કરીએ ત્યારે ઘરમાં આ વસ્તુ પડી છે એ વાતે અચરજ થતું હોય છે. જોકે એક પરિવારને જે ચીજ મળી એ સોશ્યલ મીડિયા પર બહુ વાઇરલ થઈ છે. રેડિટ પર એક ભાઈએ અનુભવ શૅર કર્યો છે. તેણે લખ્યું હતું કે મારી મમ્મી સાફસફાઈ દરમ્યાન જૂના DTH સેટ-ટૉપ બૉક્સ પરથી ધૂળ ઉડાડી રહી હતી ત્યારે તેણે અમસ્તું જ એ બૉક્સ ખોલીને જોયું તો જોતાં જ આભી રહી ગઈ. એમાં ૨૦૦૦ રૂપિયા ગુલાબી રંગની નોટો નીકળી. પૂરા બે લાખ રૂપિયાની ગુલાબી નોટો હતી. કદાચ તેમના પપ્પાએ ૨૦૧૬માં નોટબંધી થઈ અને આ નવી નોટ લૉન્ચ થઈ ત્યારે ઘરમાં આ નવી નોટો બચાવી હશે અને પછી ભૂલી ગયા હશે. યુઝરે બિગેસ્ટ દિવાળી સફાઈ ઑફ ૨૦૨૫ ટાઇટલ સાથે આ સમાચાર શૅર કર્યા હતા. બૉક્સમાંથી રૂપિયાનો ફોટો પણ શૅર કર્યો હતો. જોકે એ જોઈને લોકોએ જાતજાતની કમેન્ટ કરી હતી. એકે લખેલું કે કાશ, ભગવાન મને પણ એટલા પૈસા આપે કે ક્યાંક રાખીને હું એ ભૂલી જઈ શકું. બીજાએ કહ્યું કે આવું પૈસા ભરેલું DTH બૉક્સ ક્યાં મળે છે? મને લિન્ક મોકલને.
૨૦૦૦ની ગુલાબી નોટો ૨૦૨૩માં આઉટ ઑફ સર્ક્યુલેશન કરી દેવામાં આવી છે. જોકે હજીયે આ ચલણી નોટો લીગલ છે, એના પર પ્રતિબંધ નથી. આ નોટ રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાની ઑફિસમાં જઈને બદલાવી શકાય છે.

