Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૨૦૦ ફુટ ઊંચે હાઈ-ટેન્શન વીજળીના તારમાં ફસાઈ ગઈ પૅરાગ્લાઇડરની વિન્ગ, પાઇલટ ૩ કલાક હવામાં લટકી રહ્યો

૨૦૦ ફુટ ઊંચે હાઈ-ટેન્શન વીજળીના તારમાં ફસાઈ ગઈ પૅરાગ્લાઇડરની વિન્ગ, પાઇલટ ૩ કલાક હવામાં લટકી રહ્યો

Published : 12 November, 2026 02:39 PM | Modified : 12 November, 2026 02:47 PM | IST | Russia
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (NDRF), સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (SDRF), ફાયર-બ્રિગેડ અને પોલીસની ટીમે ભેગા મળીને લગભગ ૩ કલાકની જહેમત પછી પાઇલટને બચાવ્યો હતો. આ રેસ્ક્યુ ઑપરેશનને કારણે સાડાત્રણ કલાક માટે હાઇવે પર ટ્રાફિક-જૅમ થઈ ગયો હતો.

વીજળીના તારમાં ફસાઈ ગઈ પૅરાગ્લાઇડરની વિન્ગ

અજબ ગજબ

વીજળીના તારમાં ફસાઈ ગઈ પૅરાગ્લાઇડરની વિન્ગ


હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના બીર બિલિંગમાંથી પૅરાગ્લાઇડિંગ કરવા ઊતરેલા રશિયન પાઇલટ સાથે એક મોટો અકસ્માત થતાં-થતાં રહી ગયો. પૅરાગ્લાઇડર પાઇલટ મંડી-પધર હાઇવે પાસેનાં ખેતરોમાં ઊતરી રહ્યો હતો ત્યારે ૨૦૦ ફુટ ઊંચા હાઈ-ટેન્શન વીજળીના તારમાં પૅરાગ્લાઇડર ફસાઈ ગયું. આટલી ઊંચાઈએથી પૅરૅશૂટ વિના નીચે કૂદકો મારવો શક્ય નહોતો અને જો ઇલેક્ટ્રિક વાયરમાં શૉર્ટ સર્કિટ થાય તો વધુ મોટી આફત આવે એમ હતી. સોમવારે બપોરે લગભગ બે વાગ્યાની આસપાસ આ ઘટના ઘટી હતી. પૅરાગ્લાઇડર પરથી પાઇલટે નિયંત્રણ ગુમાવતાં તે ફસાઈ ગયો હતો. પાઇલટને ફસાયેલો જોઈને હાઇવે ઑથોરિટીએ રેસ્ક્યુ ટીમને જાણ કરી હતી. સૌથી પહેલાં પાવર-સપ્લાય બંધ કરવામાં આવ્યો અને પછી રોડ-નિર્માણના કામમાં આવતી ઊંચી મશીનરી મગાવવામાં આવી. નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (NDRF), સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (SDRF), ફાયર-બ્રિગેડ અને પોલીસની ટીમે ભેગા મળીને લગભગ ૩ કલાકની જહેમત પછી પાઇલટને બચાવ્યો હતો. આ રેસ્ક્યુ ઑપરેશનને કારણે સાડાત્રણ કલાક માટે હાઇવે પર ટ્રાફિક-જૅમ થઈ ગયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

12 November, 2026 02:47 PM IST | Russia | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK