અધિકારીઓએ ડ્રગ્સ જપ્ત કરી લીધું હતું અને બિલાડીને છોડી દીધી હતી. જોકે હવે રશિયાની જેલોમાં બિલાડીના પ્રવેશ પર પ્રતિબંધ લાવવાનું વિચારાઈ રહ્યું છે.
ડ્રગ્સની હેરાફેરી કરે છે બિલાડીઓ
અત્યાર સુધી ડ્રગ્સની હેરાફેરીનું કામ માણસો જ કરતા હતા, પરંતુ રશિયામાં આ કામ માટે બિલાડીઓનો ઉપયોગ કરવામાં આવે છે. બિલાડીઓ રખડતી રહેતી હોય છે એટલે જેલ હોય કે જંગલ, બેરોકટોક ગમે ત્યાં ફરી શકે છે. આ જ વાતનો લાભ ઉઠાવીને ડ્રગ્સ માફિયાઓએ બિલાડીના ગળે પટ્ટો બાંધીને જેલની અંદર ડ્રગ્સ પહોંચાડવાની વ્યવસ્થા તૈયાર કરી છે. જેલના કર્મચારીઓને શરૂઆતમાં તો આ બિલાડીઓ નૉર્મલ લાગતી હતી, પરંતુ એક સ્નિફર-ડૉગે આ બિલાડીની ચોરી પકડી પાડી હતી. આ ડૉગે બિલાડી પર હુમલો કરતાં જેલના કર્મચારીઓએ બિલાડીને ડૉગથી બચાવવા માટે ઊંચકી લીધી. એ જ વખતે તેમની નજર ગળામાં બાંધેલા જાડા પટ્ટા પર ગઈ અને ત્યાંથી ડ્રગ્સનો આખો મામલો પકડાયો. અધિકારીઓએ ડ્રગ્સ જપ્ત કરી લીધું હતું અને બિલાડીને છોડી દીધી હતી. જોકે હવે રશિયાની જેલોમાં બિલાડીના પ્રવેશ પર પ્રતિબંધ લાવવાનું વિચારાઈ રહ્યું છે.
