સ્વિટ્ઝરલૅન્ડમાં ભારતે જીતેલો ઐતિહાસિક રોઇંગ વર્લ્ડ કપ ગોલ્ડ મેડલ ડોપિંગના કારણે ગુમાવ્યો છે. લક્ષ્ય કુમારનો ડોપિંગ ટેસ્ટ પોઝિટિવ આવતા તેનું પરિણામ રદ કરવામાં આવ્યું છે અને તેના પર પ્રતિબંધની કાર્યવાહી શરૂ થઈ છે.
લક્ષ્ય કુમાર અને ઉજ્જવલ કુમાર સિંહ
સ્વિટ્ઝરલૅન્ડમાં ગયા મહિને લક્ષ્ય કુમાર અને ઉજ્જવલ કુમાર સિંહે ભારત માટે પહેલી વખત રોઇંગ વર્લ્ડ કપ ગોલ્ડ મેડલ જીત્યો હતો. જોકે ડોપિંગના કલંકના કારણે ભારત પાસેથી આ મેડલ છીનવાઈ ગયો છે.
લક્ષ્યની એક પ્રતિબંધિત પદાર્થ માટેની ડોપિંગ ટેસ્ટ પૉઝિટિવ આવી હતી. ટેસ્ટ માટે તેના નમૂના વર્લ્ડ કપ પહેલાં પચીસ મેએ લેવામાં આવ્યા હતા. એ દિવસ પછીની તેની તમામ સ્પર્ધાનાં રિઝલ્ટ ગેરલાયક ઠેરવવામાં આવ્યાં છે. નૅશનલ ઍન્ટી ડોપિંગ એજન્સી (NADA)એ તેને સ્થાયી રૂપે સસ્પેન્ડ કર્યો છે અને રોવર લક્ષ્ય પર ૪ વર્ષનો પ્રતિબંધ લાગી શકે છે.
