Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૩ પત્નીઓ અને ૫૩ બૅન્ક-ખાતાંઓ ધરાવતો કરોડપતિ પ્યુન પકડાયો

૩ પત્નીઓ અને ૫૩ બૅન્ક-ખાતાંઓ ધરાવતો કરોડપતિ પ્યુન પકડાયો

Published : 16 April, 2026 03:08 PM | IST | Uttar Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉત્તર પ્રદેશના પીલીભીતમાં સરકારી સ્કૂલમાં કામ કરતા ઇલ્હામ ઉર રહમાન શમ્સી નામના એક પ્યુનની પૂછપરછમાં જે તથ્યો બહાર આવી રહ્યાં છે એ ચોંકાવનારાં છે. પ્યુનનું કામ કરતો હોવા છતાં ઇલ્હામ પાસે કરોડોની સંપત્તિ છે.

૩ પત્નીઓ અને ૫૩ બૅન્ક-ખાતાંઓ ધરાવતો કરોડપતિ પ્યુન પકડાયો

૩ પત્નીઓ અને ૫૩ બૅન્ક-ખાતાંઓ ધરાવતો કરોડપતિ પ્યુન પકડાયો


ઉત્તર પ્રદેશના પીલીભીતમાં સરકારી સ્કૂલમાં કામ કરતા ઇલ્હામ ઉર રહમાન શમ્સી નામના એક પ્યુનની પૂછપરછમાં જે તથ્યો બહાર આવી રહ્યાં છે એ ચોંકાવનારાં છે. પ્યુનનું કામ કરતો હોવા છતાં ઇલ્હામ પાસે કરોડોની સંપત્તિ છે. તેણે સંપત્તિને સગેવગે કરવા માટે તેની ત્રણ પત્નીઓ અને એક સંબંધી મહિલાના બૅન્ક-અકાઉન્ટ્સનો ઉપયોગ કર્યો છે. ઇલ્હામે આ પૈસા સરકારી સ્કીમોમાં ઉચાપત કરીને મેળવ્યા હોવાનું પોલીસને ખબર પડી છે. તેની સાથે સંકળાયેલાં લગભગ ૫૩ બૅન્ક-ખાતાં પકડાયાં છે જેમાં શંકાસ્પદ રીતે કરોડો રૂપિયાની લેવડદેવડ થઈ છે અને હાલમાં એમાં લગભગ કુલ ૫.૨૮ કરોડ રૂપિયા જમા છે જેને ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. આ પ્યુનનાં કાળાં કામોને બહાર લાવવા માટે જિલ્લાના શિક્ષણ-અધિકારીઓએ ચાર સભ્યોની ટીમ બનાવી છે. 


Whatsapp-channel Whatsapp-channel

16 April, 2026 03:08 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK