તાજેતરમાં વૈજ્ઞાનિકોએ માણસની આવરદા વધારવાના પ્રયોગમાં જબરી સફળતા મેળવી છે
બોહેડ વ્હેલ
તાજેતરમાં વૈજ્ઞાનિકોએ માણસની આવરદા વધારવાના પ્રયોગમાં જબરી સફળતા મેળવી છે. તેમને સમુદ્રમાંથી એક ખાસ જીવ મળ્યો છે જેમાં એક એવું પ્રોટીન હોય છે જે માણસોની ઉંમર લગભગ બમણી કરી દઈ શકે છે. આ જીવનું નામ છે બોહેડ વ્હેલ. બોહેડ વ્હેલ સામાન્ય રીતે ૨૦૦ વર્ષથી વધુ જીવે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે વ્હેલના મોટા શરીરમાં ખરબો રક્તકોશિકાઓ હોય છે એમ છતાં એને કદી કૅન્સર નથી થતું. આનું કારણ છે પેટોસ પૅરાડૉક્સ નામની સાયન્ટિફિક ઘટના. અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ જોયું હતું કે બોહેડ વ્હેલના શરીરમાં ખાસ પ્રોટીન હોય છે જે શરીરના મૂળભૂત કોષ DNAને રિપેર કરવાનું કામ કરે છે. એનાથી ખરાબ અને ડૅમેજ થયેલી રક્તવાહિનીઓ જલદી ઠીક થઈ જાય છે. આ પ્રોટીન શરીરમાં સોજો ઘટાડે છે. આ પ્રોટીન કોષોને હેલ્ધી રાખે છે જેનાથી કોષો જલદી ઘરડા નથી થતા. કૅન્સર જેવું ખતરનાક મ્યુટેશન થવાથી પણ આ પ્રોટીન અવરોધે છે. આ પ્રોટીન માનવશરીરમાં કૉપી કરીને પેદા કરવામાં અભ્યાસકર્તાઓને પ્રાથમિક સફળતા મળી ગઈ છે. હજી એના પર ઊંડાં સંશોધનો બાકી છે.
