અયોધ્યાના રામ મંદિરમાં બિરાજેલા રામલલા ગલીઓમાં ભક્તોને દર્શન આપવા નીકળ્યા હોય એવો માહોલ જોઈને લોકો અચંબિત થઈ ગયા હતા
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
હમણાં જ રામનવમીની ઉજવણી થઈ. આ દરમ્યાન અયોધ્યાની ગલીઓમાં સાક્ષાત્ શ્રીરામનું બાળસ્વરૂપ ફરતું હોય એવો વિડિયો સોશ્યલ મીડિયા પર ફરી રહ્યો છે. રામ મંદિરમાં જે રામલલાની મૂર્તિ બિરાજમાન છે એવો જ બ્લૅક સ્ટોનનો લુક ધારણ કરેલા બાળ રામ પીળા પીતાંબર અને પરંપરાગત આભૂષણોથી સજ્જ થઈને અયોધ્યામાં ફરી રહ્યા હતા. બાળ રામના ચહેરા પરની માસૂમિયત પણ રામલલાની મૂર્તિ સાથે ખૂબ જ સામ્ય ધરાવે એવી હતી. જોકે આ બાળ રામની સાથે તેની મમ્મી પણ ભગવાં વસ્ત્રોમાં જોવા મળી હતી. સોશ્યલ મીડિયા પર આ રામલલાનાં દર્શન કરીને લોકો ધન્ય થઈ ગયા. અયોધ્યાના રામ મંદિરમાં બિરાજેલા રામલલા ગલીઓમાં ભક્તોને દર્શન આપવા નીકળ્યા હોય એવો માહોલ જોઈને લોકો અચંબિત થઈ ગયા હતા.
