Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > કૉક્રૉચને પહેરાવ્યો ડાઇવિંગ સૂટ, ૩ કલાક સુધી પાણીમાં તર્યો

કૉક્રૉચને પહેરાવ્યો ડાઇવિંગ સૂટ, ૩ કલાક સુધી પાણીમાં તર્યો

Published : 17 July, 2026 02:42 PM | IST | Singapore
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સિંગાપોરના વૈજ્ઞાનિકોએ કૉક્રૉચ માટે એક ખાસ ડાઇવિંગ સૂટ બનાવ્યો છે. એ પહેરીને કૉક્રૉચ પાણીની અંદર પણ તરતો અને જીવતો રહી શકે. વૈજ્ઞાનિકોએ કરેલા પ્રયોગમાં કૉક્રૉચને ડાઇવિંગ સૂટ પહેરાવીને પાણીમાં નાખવામાં આવ્યો તો લગભગ ૩ કલાક સુધી એ પાણીમાં તરતો રહ્યો.

કૉક્રૉચને પહેરાવ્યો ડાઇવિંગ સૂટ, ૩ કલાક સુધી પાણીમાં તર્યો

કૉક્રૉચને પહેરાવ્યો ડાઇવિંગ સૂટ, ૩ કલાક સુધી પાણીમાં તર્યો


સિંગાપોરના વૈજ્ઞાનિકોએ કૉક્રૉચ માટે એક ખાસ ડાઇવિંગ સૂટ બનાવ્યો છે. એ પહેરીને કૉક્રૉચ પાણીની અંદર પણ તરતો અને જીવતો રહી શકે. વૈજ્ઞાનિકોએ કરેલા પ્રયોગમાં કૉક્રૉચને ડાઇવિંગ સૂટ પહેરાવીને પાણીમાં નાખવામાં આવ્યો તો લગભગ ૩ કલાક સુધી એ પાણીમાં તરતો રહ્યો. તમને થશે કે શું વૈજ્ઞાનિકોને પણ કંઈ કામ નથી કે વંદાને પાણીમાં તરાવવાના પ્રયોગો કરતા હશે? જોકે એની પાછળ પણ નવું રિસર્ચ જ છે. ભવિષ્યમાં પાણીની સાંકડી પાઇપલાઇન્સ કે ઊંડાં પાણીમાં સર્ચ અને રેસ્ક્યુ ઑપરેશન હાથ ધરવાનું હોય ત્યારે આ પ્રકારની શોધ કામ લાગી શકે છે. સૂટમાં લગાવેલી ખાસ સિસ્ટમથી કૉક્રૉચને પાણીની અંદર પણ ઑક્સિજન મળતો રહે છે. એને કારણે એ જમીનની સાથે-સાથે પાણીની અંદર પણ કામ કરી શકે છે. 3D પ્રિન્ટિંગ દ્વારા હલકોફૂલકો ડાઇવિંગ સૂટ તૈયાર કરવામાં આવ્યો છે જે કૉક્રૉચની પીઠ પર લગાવી શકાય છે. એની સાથે કૅમેરા અને અન્ય ઇલેક્ટ્રૉનિક ઇક્વિપમેન્ટ્સ અને ટ્રૅકર લગાવી શકાય છે. આ ડાઇવિંગ સૂટવાળો કૉક્રૉચ જળ અને સ્થળ બન્ને જગ્યાએ રાહતકાર્યોમાં મદદરૂપ થઈ શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

17 July, 2026 02:42 PM IST | Singapore | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK