Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જોગેશ્વરીમાં સાબુની જાણીતી દુકાનમાંથી લેબલ વગરના ૧૧ લાખ રૂપિયાના સાબુ જપ્ત કર્યા FDAએ

જોગેશ્વરીમાં સાબુની જાણીતી દુકાનમાંથી લેબલ વગરના ૧૧ લાખ રૂપિયાના સાબુ જપ્ત કર્યા FDAએ

Published : 17 July, 2026 08:03 AM | Modified : 17 July, 2026 08:03 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

(FDA)ની ટીમે દરોડો પાડીને લેબલ વગરના ૧૧ લાખ રૂપિયાના સાબુનો મોટો જથ્થો જપ્ત કરી લીધો છે

જોગેશ્વરીમાં મેસર્સ જે. કે. સોપ બઝારમાં કરવામાં આવેલી કાર્યવાહી.

જોગેશ્વરીમાં મેસર્સ જે. કે. સોપ બઝારમાં કરવામાં આવેલી કાર્યવાહી.


જોગેશ્વરી-વેસ્ટના પટેલ એસ્ટેટ રોડ પર મોમિન કૉલોની નજીક આવેલી મેસર્સ જે. કે. સોપ બઝાર નામની દુકાનમાં બુધવારે રાતે ફૂડ એન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)ની ટીમે દરોડો પાડીને લેબલ વગરના ૧૧ લાખ રૂપિયાના સાબુનો મોટો જથ્થો જપ્ત કરી લીધો છે.

તપાસ દરમ્યાન અધિકારીઓને જાણવા મળ્યું કે જપ્ત કરાયેલા સાબુનાં પૅકેટો પર કાયદાકીય રીતે ફરજિયાત હોય એવી કોઈ પણ વિગતો ઉપલબ્ધ નહોતી. નિયમ અનુસાર પ્રોડક્ટ પર 
બૅચ-નંબર, ઉત્પાદન-તારીખ, વાપરવાની છેલ્લી તારીખ, મૅન્યુફૅક્ચરિંગ લાઇસન્સ નંબર તેમ જ ઉત્પાદકનું નામ અને સરનામું હોવું અનિવાર્ય છે. આમાંની એક પણ માહિતી સાબુ પર છાપેલી નહોતી. આ મામલે દુકાનના માલિક નબી ઉલ્લાહ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને લૅબોરેટરી ટેસ્ટિંગ માટે સાબુના બે નમૂના પણ લેવામાં આવ્યા છે.



આ ગંભીર બેદરકારી અંગે પ્રતિક્રિયા આપતાં મહારાષ્ટ્ર રાજ્યના FDA કમિશનર તુકારામ મુંઢેએ જણાવ્યું હતું કે ‘નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા એ FDAની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. બજારમાં કોઈ પણ નિયમબદ્ધ સૌંદર્ય પ્રસાધન કાયદાકીય લેબલિંગ વગર વેચવું એ ખૂબ જ ગંભીર ગુનો છે. આવાં લેબલ વગરનાં ઉત્પાદનો ક્યાં બન્યાં છે, એની ગુણવત્તા કેવી છે અને એ વાપરવા માટે સુરક્ષિત છે કે નહીં એ જાણવું અશક્ય બને છે.’


મહારાષ્ટ્રની સરકારી સેવાઓ વધુ ટ્રાન્સપરન્ટ બનાવવાની તૈયારી

મુખ્ય પ્રધાન દેવન્દ્ર ફડણવીસે ગુરુવારે સહ્યાદ્રિ ગેસ્ટહાઉઝમાં બધા જ ડિપાર્ટમેન્ટના અધિકારીઓની સાથે ગવર્નન્સ પ્રોસેસ રી-એન્જિનિયરિંગ (GPR) વિશે ત્રીજા તબક્કાની રિવ્યુ મીટિંગ યોજી હતી. મહારાષ્ટ્રમાં સરકારી સેવાઓ વધુ સરળ, પારદર્શક તથા ટેક્નૉલૉજી આધારિત બનાવવાની સૂચના આ મીટિંગ દરમ્યાન દેવેન્દ્ર ફડણવીસે આપી હતી તથા ૧૫ ઑગસ્ટ સુધી શું સુધારા થયા એનો રિપોર્ટ રજૂ કરવા પણ તેમણે જણાવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

17 July, 2026 08:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK