Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બાળકે ફ્લાઇટમાં બેસીને સીટબેલ્ટ ન પહેર્યો એને પગલે ફ્લાઇટ ૧૨ કલાક મોડી ઊડી

બાળકે ફ્લાઇટમાં બેસીને સીટબેલ્ટ ન પહેર્યો એને પગલે ફ્લાઇટ ૧૨ કલાક મોડી ઊડી

Published : 12 August, 2026 07:58 PM | IST | Ottawa
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કેનેડામાં ૬ વર્ષના બાળકની સીટબેલ્ટ ન બાંધવાની જીદને કારણે ફ્લાઇટ કૅન્સલ થઈ અને મુસાફરોને લગભગ ૧૨ કલાક બાદ બીજા દિવસે ટૉરોન્ટો લઈ જવાયા.

બાળકે ફ્લાઇટમાં  બેસીને સીટબેલ્ટ ન પહેર્યો એને  પગલે ફ્લાઇટ ૧૨ કલાક મોડી ઊડી

બાળકે ફ્લાઇટમાં બેસીને સીટબેલ્ટ ન પહેર્યો એને પગલે ફ્લાઇટ ૧૨ કલાક મોડી ઊડી


કૅનેડામાં એક બાળકની સીટબેલ્ટ નહીં લગાવવાની જીદને કારણે એક ફ્લાઇટ મોડી પડી. એટલી મોડી કે એ છેક બીજા દિવસે લગભગ ૧૨ કલાક બાદ ટેક-ઑફ થઈ શકી. કૅનેડાની પૉર્ટર ઍરલાઇન્સની આ ફ્લાઇટ બ્રિટિશ કોલંબિયાના વિક્ટોરિયા ઍરપોર્ટથી ટૉરોન્ટો જઈ રહી હતી. બધા જ મુસાફરો બોર્ડ થઈ ગયા પછી સીટબેલ્ટ બાંધવાની છેલ્લી સૂચના ઍરહોસ્ટેસ આપી રહી હતી. એ વખતે એક ૬ વર્ષનું બાળક સીટબેલ્ટ બાંધવાની આનાકાની કરવા લાગ્યું. મા અને કૅબિન-ક્રૂએ સમજાવીને તેને સીટબેલ્ટ લગાવવાની કોશિશ કરી પણ કામિયાબી ન મળી. બાળક કાં તો સીટ પર ઊભો થઈ જતો હતો કાં સીટની નીચે છુપાઈ જતો હતો. ટેક-ઑફ અને લૅન્ડિંગ દરમ્યાન સીટબેલ્ટ બાંધવાનો ફરજિયાત હોવાથી આખરે કૅબિન-ક્રૂએ નક્કી કર્યું કે આ છોકરાને તેની મા સાથે ફ્લાઇટમાંથી ઉતારી દેવામાં આવે. એ પછી છોકરાની માને આ વાત સમજાવવામાં થોડોક સમય ગયો. પ્લેનને પાછું હૅન્ગર પર લાવીને મા-દીકરાને ઉતારવામાં આવ્યાં. જોકે મુશ્કેલી અહીં પૂરી ન થઈ. વિક્ટોરિયા ઍરપોર્ટ નાનું હોવાથી રાતે ૧૨.૩૦ વાગ્યે અહીંનો રન-વે બંધ થઈ જાય છે. આ બધી ઝંઝટ ચાલી રહી હતી ત્યારે ઑલરેડી એ સમય પસાર થઈ ગયો અને રન-વે બંધ થઈ ગયો. આખરે બધા જ પૅસેન્જરોને ઉતારીને એ ફ્લાઇટ કૅન્સલ જાહેર કરવી પડી. બીજા દિવસે રન-વે ખૂલ્યો એ પછીથી પૅસેન્જરોને ટૉરોન્ટો લઈ જવા માટે ફ્લાઇટ ઊપડી. 


Whatsapp-channel Whatsapp-channel

12 August, 2026 07:58 PM IST | Ottawa | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK