° °

આજનું ઇ-પેપર
Sunday, 01 August, 2021


વિશ્વના સૌથી નાના ઘોડાના શ્રેષ્ઠ મિત્ર છે ત્રણ ડૉગી

25 June, 2021 12:39 PM IST | San Diego | Gujarati Mid-day Correspondent

કદમાં અત્યંત નાનો હોવાથી પીબૉડી એની માતાનું દૂધ નહોતો પી શકતો

પીબૉડી

પીબૉડી

સૅન ડિયેગોના પંચાવન વર્ષની વયના મિનિએચર હૉર્સ ટ્રેઇનર ફેથે પીબૉડી નામના વિશ્વના સૌથી નાના ઘોડાને એના મૂળ માલિકથી બચાવી માતાના દૂધથી દૂર કરી અનેક મુસીબત વેઠીને પાળ્યો હતો.

જોકે માત્ર ૧૯ પાઉન્ડનું વજન ધરાવતો આ ઘોડો હાલમાં એના ત્રણ ડૉગી ફ્રેન્ડ સાથે એકદમ એશોઆરામની જિંદગી જીવી રહ્યો છે. પીબૉડીને ચાલવામાં તકલીફ પડી રહી હતી તેમ જ એનાં જડબાં પણ આઉટ ઑફ લાઇન થઈ ગયાં હતાં.

કદમાં અત્યંત નાનો હોવાથી પીબૉડી એની માતાનું દૂધ નહોતો પી શકતો. જોકે હવે એણે એનાથી નાના કદના ત્રણ ડૉગી સાથે ઘનિષ્ઠ મિત્રતા કેળવી લીધી છે. હાલ કદમાં નાનો હોવાથી એ બહાર નીકળી શકતો નથી. જોકે ફેથને ખાતરી છે કે એક દિવસ એનું કદ વધશે અને એ બહાર નીકળી સામાન્ય જિંદગી જીવી શકશે.

25 June, 2021 12:39 PM IST | San Diego | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

કેકને લીધે આંખ જ જાત...

ડૉક્ટર્સનું કહેવું છે કે સળી મહિલાના ડોળાની સહેજ બાજુમાં લાગી હતી, જેથી તેની દૃષ્ટિ અકબંધ રહી હતી. જો ડોળા પર સળી વાગી હોત તો તેને અંધાપો આવવાની શક્યતા હતી. 

31 July, 2021 01:32 IST | Mumbai | Agency
ચિત્ર-વિચિત્ર

ચાર્લ્સ-ડાયનાની વેડિંગ કેકની એક સ્લાઇસના ૫૦૦ પાઉન્ડ?

કેન્ટ સ્થિત રૉયલ નેવી કુકિંગ સ્કૂલમાં હેડ બેકર ડેવિડ એવરીએ રૉયલ વેડિંગ માટે ૨૭ કેક બનાવી હતી અને એની બનાવટમાં ગુલાબ અને ઑર્કિડ્સ ઉપરાંત અન્ય અનેક આકર્ષક પદાર્થોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.  

31 July, 2021 01:29 IST | Mumbai | Agency
ચિત્ર-વિચિત્ર

રેકૉર્ડબ્રેકિંગ મોં-ફાડ છે આ બહેનની

નેટિઝન્સ તેની મોંફાડ જોઈને આશ્ચર્ય પામ્યા છે. વાસ્તવમાં ટિકટૉક પર તેના ફૉલોઅર્સે તેને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડમાં નામ નોંધાવવા પ્રોત્સાહિત કરી હતી. 

31 July, 2021 01:24 IST | Mumbai | Agency

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK