Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દીકરાને પંચાવન ટકા આવ્યા એટલે પરિવારે માર્કશીટની થીમવાળી કેક કાપીને ઉજવણી કરી

દીકરાને પંચાવન ટકા આવ્યા એટલે પરિવારે માર્કશીટની થીમવાળી કેક કાપીને ઉજવણી કરી

Published : 15 May, 2026 02:46 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક જણે તો લખ્યું હતું કે દસમામાં ૯૫ ટકા મેળવ્યા પછી પણ મારા પરિવારે મને આટલું સન્માન આપીને જલસો નહોતો કરાવ્યો.

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

અજબ ગજબ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


વધુ ટકા લાવવાનું દબાણ સ્ટુડન્ટ્સ પર કરવાથી તેમની માનસિક સ્વસ્થતા પર કેટલી વિપરીત અસરો પડે છે એ તો સહુ જાણે છે. એટલે જ આજકાલ સભાનતાપૂર્વક કેટલાક પેરન્ટ્સ સંતાનોના ઓછા કે વધારે માર્ક્સની તુલના કર્યા વિના જે પરિણામ છે એને સેલિબ્રેટ કરવાનું વલણ અપનાવે છે. મુંબઈમાં મોહમ્મદ ઝૈદ નામના સ્ટુડન્ટને દસમા ધોરણમાં પંચાવન ટકા આવ્યા હતા અને તેના પરિવારે પણ એકદમ નવતર જ પ્રયોગ કર્યો. સ્વાભાવિક છે કે આ કંઈ એકસ્ટ્રા-ઑર્ડિનરી માર્ક્સ નહોતા, પરંતુ પરિવાર દીકરાની આ અચીવમેન્ટ પર પણ ખુશ હતો. એની ખુશી માટે પરિવારે ખાસ માર્કશીટ થીમની કેક બનાવીને સેલિબ્રેશન કર્યું હતું. કેક પર માર્કશીટ બનાવવામાં આવી હતી. એમાં દીકરાનું નામ, માતા-પિતાનું નામ, રોલ-નંબર અને કયા વિષયમાં કેટલા માર્ક્સ આવ્યા એનો સ્કોર પણ લખાવીને કસ્ટમાઇઝ્ડ કેક બનાવી હતી. એ કેક જોઈને ઝૈદ પણ ખૂબ ખુશ થઈ ગયો હતો. આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર ફરતો થતાં અનેક લોકોએ પરિવારની પરિપક્વતાને બિરદાવી હતી. એક જણે તો લખ્યું હતું કે દસમામાં ૯૫ ટકા મેળવ્યા પછી પણ મારા પરિવારે મને આટલું સન્માન આપીને જલસો નહોતો કરાવ્યો.


Whatsapp-channel Whatsapp-channel

15 May, 2026 02:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK