ઝેરી સાપ અને મગર જેવાં ઝેરી અને જંગલી પ્રાણી સાથે જીવ જોખમમાં મૂકીને વિડિયો બનાવનારા ડિંગો ડિન્કેલમૅનનું કોબ્રાના ડંખથી મૃત્યુ થયું છે. સાઉથ આફ્રિકાના ૪૪ વર્ષના કન્ઝર્વેશનિસ્ટ ડિંગો પર મહિના પહેલાં કોબ્રાએ હુમલો કર્યો હતો. ત્યારથી તે કોમામાં હતો.
અજબગજબ
સાઉથ આફ્રિકાના ૪૪ વર્ષના કન્ઝર્વેશનિસ્ટ ડિંગો પર મહિના પહેલાં કોબ્રાએ હુમલો કર્યો હતો.
ઝેરી સાપ અને મગર જેવાં ઝેરી અને જંગલી પ્રાણી સાથે જીવ જોખમમાં મૂકીને વિડિયો બનાવનારા ડિંગો ડિન્કેલમૅનનું કોબ્રાના ડંખથી મૃત્યુ થયું છે. સાઉથ આફ્રિકાના ૪૪ વર્ષના કન્ઝર્વેશનિસ્ટ ડિંગો પર મહિના પહેલાં કોબ્રાએ હુમલો કર્યો હતો. ત્યારથી તે કોમામાં હતો. અનેક દવા લેવા છતાં તે ન બચી શક્યો. યુટ્યુબ પર ‘ડિંગો ડિન્કેલમૅન’ નામની તેની ચૅનલ પર તે ખતરનાક અને જોખમી વિડિયો મૂકતો હતો. તેના એક લાખ જેટલા સબ્સ્ક્રાઇબર હતા. ડિંગો સાઉથ આફ્રિકાનો સ્ટીવ ઇરવિન તરીકે ઓળખાતો હતો. ઑસ્ટ્રેલિયાના સ્ટીવ ઇરવિન પણ મગર સાથે જોખમી સ્ટન્ટ કરવા માટે જાણીતો હતો અને મગરે હુમલો કરતાં ૨૦૦૬માં તેનું મૃત્યુ થયું હતું.