Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > જમાઈને સરપ્રાઇઝ આપવા માટે જે લાડુમાં વીંટી છુપાવેલી એ બિલાડી ખાઈ ગઈ

જમાઈને સરપ્રાઇઝ આપવા માટે જે લાડુમાં વીંટી છુપાવેલી એ બિલાડી ખાઈ ગઈ

Published : 11 June, 2026 02:37 PM | IST | Beed
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં એક જમાઈના સ્વાગત માટે પરિવારે અધિક માસની પરંપરાગત મીઠાઈઓ બનાવી હતી. એ મીઠાઈની અંદર જમાઈને સરપ્રાઇઝ આપવા માટે પાંચ ગ્રામ સોનાની વીંટી છુપાડી દેવામાં આવી હતી.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)


મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં એક જમાઈના સ્વાગત માટે પરિવારે અધિક માસની પરંપરાગત મીઠાઈઓ બનાવી હતી. એ મીઠાઈની અંદર જમાઈને સરપ્રાઇઝ આપવા માટે પાંચ ગ્રામ સોનાની વીંટી છુપાડી દેવામાં આવી હતી. જોકે કહાનીમાં ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે મીઠાઈ જમાઈ પાસે પહોંચે એ પહેલાં એ ઘરમાં ઘૂસેલી રખડુ બિલાડીના હાથમાં આવી ગઈ. એ બિલ્લી વીંટીવાળો લાડુ આખો ચટ કરી ગઈ. વીંટીવાળી મીઠાઈ જમાઈના ભાણામાં જાય એની જસ્ટ પહેલાં જ બિલાડીએ એ ટુકડો ઝપટી લીધો અને ગળી ગઈ. તરત જ પરિવારજનોને સમજાઈ ગયું કે હવે તો પેલી વીંટી આ બિલાડીના પેટમાંથી જ પાછી મેળવવી પડશે. તેમણે મહામહેનતે બિલાડીને પકડીને ઘરમાં જ બાંધી દીધી. ખૂબ ખાવા-પીવા આપ્યું જેથી મળવિસર્જનમાં વીંટી તેમને પાછી મળી જાય, પરંતુ ઘણા દિવસો પછી પણ એમાં સફળતા ન મળી, ઊલટાનું બિલાડીની તબિયત બગડી રહી હતી એટલે તેને ડૉક્ટર પાસે લઈ જવામાં આવી. ડૉક્ટરોએ બિલાડીની સારવાર કરવાની કોશિશ કરી પણ એ જીવી ન શકી. આખરે મરેલી બિલાડીના પેટમાંથી વીંટી કાઢવા માટે તેના પેટની ચીરફાડ કરવામાં આવી અને સર્જરી કરીને સોનાની વીંટી પાછી મેળવવામાં આવી.


Whatsapp-channel Whatsapp-channel

11 June, 2026 02:37 PM IST | Beed | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK