લગ્ન થાય એટલે સામાન્ય રીતે પુરુષોનું વજન વધી જાય છે, પણ આ વિશે એક સ્ટડીમાં ખબર પડી છે કે મહિલા કરતાં પુરુષોનું વજન ત્રણગણું વધારે વધે છે
એક સ્ટડીમાં ખબર પડી છે કે મહિલા કરતાં પુરુષોનું વજન ત્રણગણું વધારે વધે છે
લગ્ન થાય એટલે સામાન્ય રીતે પુરુષોનું વજન વધી જાય છે, પણ આ વિશે એક સ્ટડીમાં ખબર પડી છે કે મહિલા કરતાં પુરુષોનું વજન ત્રણગણું વધારે વધે છે. પોલૅન્ડના વૉર્સોમાં નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલૉજીની ટીમે કરેલા સ્ટડીમાં જાણવા મળ્યું હતું કે લગ્ન કર્યા બાદ પુરુષ હોય કે સ્ત્રી તેમના વજનમાં વધારો થાય છે, પણ વજન વધવાનું પ્રમાણ એકસરખું નથી. સ્પેનમાં યુરોપિયન કૉન્ગ્રેસ ઑન ઓબેસિટીમાં રજૂ કરવામાં આવેલા સ્ટડીમાં કહેવામાં આવ્યું હતું કે લગ્ન બાદ પુરુષોમાં વજન વધવાની ૬૨ ટકા અને મહિલાઓમાં ૩૯ ટકા શક્યતા છે. આમ પુરુષોમાં વજન વધવાનો ચાન્સ ત્રણગણો હોય છે. વજન વધવા માટે હાઈ કૅલરીવાળો ખોરાક અને કસરતના અભાવને જવાબદાર ગણાવવામાં આવ્યાં છે. રિસર્ચરોએ ૫૦ વર્ષ સુધી ૨૪૦૫ લોકો પર આ સ્ટડી હાથ ધર્યો હતો અને એમાં વજન અને ઉંમર, વૈવાહિક પરિસ્થિતિ, માનસિક સ્વાસ્થ્ય અને અન્ય બીજાં કારણો વચ્ચે શું સંબંધ છે એ જાણવાની કોશિશ કરવામાં આવી હતી. આ સ્ટડીમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે વધતી ઉંમર સાથે પુરુષોમાં ૩ ટકા અને મહિલાઓમાં ૪ ટકા વજન વધે છે.

