રિસર્ચરોએ યુરોપનાં અનેક શહેરોમાં ૩૭ પ્રજાતિનાં પંખીઓ પર અભ્યાસ કર્યો હતો
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
યુરોપમાં થયેલા એક નવા અભ્યાસમાં મોટાં શહેરોમાં પંખીઓની બિહેવિયરનો અભ્યાસ કરતાં નોંધાયું હતું કે શહેરોમાં પંખીઓ પુરુષોની સરખામણીએ સ્ત્રીઓથી વધુ ડરે છે. આ અભ્યાસ પીપલ ઍન્ડ નેચર નામની જર્નલમાં છપાયો હતો. રિસર્ચરોએ યુરોપનાં અનેક શહેરોમાં ૩૭ પ્રજાતિનાં પંખીઓ પર અભ્યાસ કર્યો હતો. ૨૭૦૦ અલગ-અલગ જગ્યાઓએ પંખીઓના વર્તનની નોંધનું અવલોકન કરવામાં આવ્યું હતું. એક્સપરિમેન્ટમાં પુરુષો અને મહિલા સંશોધકો એકસરખાં કપડાં પહેરીને પંખીઓની નજીક ગયાં હતાં. એ પછી પંખીઓ શું કરે છે એ નોંધવામાં આવ્યું હતું. પંખીઓ પુરુષોને એક મીટરથીયે વધુ નજીક આવવા દે છે, જ્યારે મહિલાઓ એટલી નજીક જાય તો ત્યાંથી ઊડી જાય છે. આ ઑબ્ઝર્વેશન પછી હવે વૈજ્ઞાનિકો એ શોધવા માગે છે કે એવું તો પુરુષ અને સ્ત્રીમાં શું જુદું છે?
