Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > માણસ વિના આપમેળે ચાલતી સાઇકલ બનાવી સુરતી ઇનોવેટરે

માણસ વિના આપમેળે ચાલતી સાઇકલ બનાવી સુરતી ઇનોવેટરે

Published : 24 April, 2026 01:14 PM | IST | Surat
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પહેલાં AI દ્વારા સંચાલિત ગરુડ બાઇક બનાવનાર સુરતના જાણીતા ઇનોવેટર શિવમ મૌર્યએ હવે નવો આવિષ્કાર કર્યો છે. હવે શિવમે એવી સાઇકલ બનાવી છે જે આપમેળે ચાલે છે. તમને થશે કે આપમેળે ચાલે છે તો પછી સાઇકલ કેવી રીતે થઈ?

માણસ વિના આપમેળે ચાલતી સાઇકલ બનાવી સુરતી ઇનોવેટરે

માણસ વિના આપમેળે ચાલતી સાઇકલ બનાવી સુરતી ઇનોવેટરે


પહેલાં AI દ્વારા સંચાલિત ગરુડ બાઇક બનાવનાર સુરતના જાણીતા ઇનોવેટર શિવમ મૌર્યએ હવે નવો આવિષ્કાર કર્યો છે. હવે શિવમે એવી સાઇકલ બનાવી છે જે આપમેળે ચાલે છે. તમને થશે કે આપમેળે ચાલે છે તો પછી સાઇકલ કેવી રીતે થઈ? હા, સાઇકલ એટલા માટે થઈ કેમ કે તેણે સાઇકલની સીટ પર માણસના કમરની નીચેનો ભાગ બનાવ્યો છે. મતલબ કે સીટ પરથી બે પગ જેવો આકાર નીચે નીકળે છે જે સાઇકલના પેડલ મારે છે. આ પેડલથી જ સાઇકલ ચાલે છે. સ્માર્ટફોન, રિમોટ કન્ટ્રોલ અને પ્રી-સેટ કોડિંગ દ્વારા આ સાઇકલને ઑપરેટ કરી શકાય છે. એમાં એવાં સેન્સર્સ છે જે રસ્તામાં આવતા અવરોધોને પણ ઓળખી શકે છે. આ સાઇકલ બનાવવા માટે ૩૫,૦૦૦ રૂપિયાનો ખર્ચ થયો છે જેને ઘોસ્ટ સાઇકલ નામ આપ્યું છે. 


Whatsapp-channel Whatsapp-channel

24 April, 2026 01:14 PM IST | Surat | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK