આ એક જેસ્ચરથી મહિલાના ચહેરા પર સ્મિત આવી ગયું અને તેણે ટિપ આપીને ડિલિવરી-બૉયની ભલાઈ બદલ આભાર માન્યો.
લાઇફ મસાલા
પ્રતીકાત્મક તસવીર
કોઈ અજાણી વ્યક્તિ આપણા પ્રત્યે ઈમાનદારી દાખવે કે મદદ કરે ત્યારે માનવતામાં વિશ્વાસ કરવા માટેનું જાણે એક કારણ મળી જાય છે. એક મહિલાને પણ તાજેતરમાં આવો જ અનુભવ થયો હતો જ્યારે તે પોતે પેટના દુખાવાના કારણે મેડિકલ સ્ટોર ન જઈ શકતાં ફૂડ ડિલિવરી-બૉયે તેને મદદ કરી હતી. મહિલાએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર જણાવ્યું હતું કે પિરિયડ-પેઇનને કારણે તેની હાલત એવી હતી કે તે મેડિકલ સ્ટોર પણ જઈ શકે એમ નહોતી. તેણે સ્વિગી પર ફૂડ ઑર્ડર કર્યું હતું અને ડિલિવરી-બૉય પાર્સલ આપવા માટે આવ્યો ત્યારે તેને દવા લઈ આવવા માટે વિનંતી કરી હતી. ડિલિવરી-બૉય માણસાઈ બતાવીને મહિલા માટે દવા લઈ આવ્યો હતો. આ એક જેસ્ચરથી મહિલાના ચહેરા પર સ્મિત આવી ગયું અને તેણે ટિપ આપીને ડિલિવરી-બૉયની ભલાઈ બદલ આભાર માન્યો.