Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સ્વિટ્ઝરલૅન્ડમાં ૧૦૦૦ અન્ડરવેઅર જમીનમાં દાટીને એની ફળદ્રુપતા તપાસવાનો પ્રયોગ થયો

સ્વિટ્ઝરલૅન્ડમાં ૧૦૦૦ અન્ડરવેઅર જમીનમાં દાટીને એની ફળદ્રુપતા તપાસવાનો પ્રયોગ થયો

Published : 31 August, 2026 12:28 PM | IST | Bern
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્વિટ્ઝરલૅન્ડમાં વૈજ્ઞાનિકોએ જમીનનું આરોગ્ય માપવા અનોખો પ્રયોગ કર્યો હતો. ૧૦૦૦થી વધુ લોકોએ જમીનમાં કૉટન અન્ડરવેઅર દાટી હતી, જે કેટલું ઝડપથી સડે છે તેના આધારે જમીનની જૈવિક સક્રિયતા માપવામાં આવી.

સ્વિટ્ઝરલૅન્ડમાં ૧૦૦૦ અન્ડરવેઅર જમીનમાં દાટીને એની ફળદ્રુપતા તપાસવાનો પ્રયોગ થયો

સ્વિટ્ઝરલૅન્ડમાં ૧૦૦૦ અન્ડરવેઅર જમીનમાં દાટીને એની ફળદ્રુપતા તપાસવાનો પ્રયોગ થયો


જમીનમાં રહેલા અસંખ્ય જીવો આપણી ખાદ્ય સુરક્ષા અને પર્યાવરણનું સંતુલન જાળવવામાં અગત્યનો ભાગ ભજવે છે, પરંતુ ગ્લોબલ વૉર્મિંગ અને કેમિકલ્સને કારણે જમીનની જૈવિક ક્ષમતા ઘટી રહી છે. આ છૂપી દુનિયાને સમજવા માટે સ્વિટ્ઝર્લેન્ડની યુનિવર્સિટી ઑફ ઝ્યુરિક અને ઍગ્રોસ્કોપના સંશોધકોએ ૨૦૨૧માં ‘પ્રૂફ બાય અન્ડરપૅન્ટ્સ’ નામનો એક અનોખો સિટિઝન સાયન્સ પ્રોજેક્ટ હાથ ધર્યો હતો.
આ પ્રયોગ અંતર્ગત ૧૦૦૦થી વધુ સ્વયંસેવકોએ સ્વિટ્ઝરલૅન્ડમાં અલગ-અલગ ૧૦૦૦ જગ્યાઓ પર ૨૦૦૦થી વધુ સુતરાઉ અન્ડરવેઅર અને ૧૨,૦૦૦ ટી-બૅગ્સ જમીનમાં દાટી દીધી હતી. બે મહિના પછી આ અન્ડરવેઅર બહાર કાઢીને પ્રયોગશાળામાં તપાસ માટે મોકલવામાં આવી હતી.
અન્ડરવેઅરથી જમીનનું આરોગ્ય માપવામાં આવ્યું હતું. એ કેવી રીતે? જમીનમાં રહેલાં અળસિયાં, ફૂગ અને બૅક્ટેરિયા જેવા સૂક્ષ્મ જીવો કૉટનને ખોરાક તરીકે આરોગે છે. જે જમીનમાં જીવસૃષ્ટિ વધારે સક્રિય હોય ત્યાં અન્ડરવેઅર ઝડપથી સડી જાય છે અને છિદ્રાળુ બની જાય છે.
ખાનગી બગીચામાં અન્ડરવેઅર સૌથી ઝડપથી સડી ગઈ હતી. આ જમીનમાં સજીવ તત્ત્વો વધારે હોવાથી બૅક્ટેરિયા અને અળસિયાં સૌથી વધુ સક્રિય હતાં. ઘાસનાં મેદાનોમાં જમીનના જીવોની સક્રિયતા સૌથી ઓછી જોવા મળી હતી. ખેતરોની જમીન બગીચા અને ઘાસનાં મેદાનોની વચ્ચેના ક્રમે રહી હતી.
તો સવાલ એ થાય કે શું અન્ડરવેઅરનું ઝડપથી સડવું હંમેશાં સારું ગણાય? હા, સંશોધકોના મતે જે જમીનમાં અન્ડરવેઅર ઝડપથી સડી જાય એ જમીનની ફળદ્રુપતા દર્શાવે છે અને એ ખેતી માટે સારી છે. જોકે જંગલો કે કુદરતી રહેઠાણોમાં અન્ડરવેઅરનું ઝડપી સડી જવું એ કુદરતી પોષક તત્ત્વોના સંતુલનમાં ભંગાણ અથવા ખાતરના અતિશય વપરાશની ચેતવણી પણ હોઈ શકે છે.
આ અનોખા પ્રયોગથી વિજ્ઞાનીઓએ ‘અન્ડરવેઅર ઇન્ડેક્સ’ બનાવવાનું સૂચન કર્યું છે, જેથી સામાન્ય લોકો પણ પોતાની જમીનની ગુણવત્તા સરળતાથી સમજી શકે. આ સંશોધનમાં મદદ કરનારા ૨૪૦ નાગરિકોને આંતરરાષ્ટ્રીય રિસર્ચ પેપરમાં સહલેખક તરીકે સ્થાન આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

31 August, 2026 12:28 PM IST | Bern | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK