ઘણા લોકો કાળાં કપડાં પહેરીને આવ્યા હતા. કેટલાક લોકો આ પેનીની ઐતિહાસિકતાની સ્મૃતિમાં વિક્ટોરિયન યુગના પોશાક પહેરીને આવ્યા હતા અને કેટલાક ભૂતપૂર્વ US રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન જેવા પોશાક પહેરીને પહોંચ્યા હતા.
લિંકન મેમોરિયલની બહાર એક સિમ્બૉલિક ફ્યુનરલ એટલે કે ‘અંતિમ સંસ્કાર’ની ક્રિયા યોજાઈ
અમેરિકામાં સૌથી ઓછી કિંમતના નાનકડા એવા પણ ઘણા લાંબા સમયથી ચલણમાં વપરાતા ચલણી સિક્કા ‘પેની’ને ઑફિશ્યલી રિટાયર કરવામાં આવ્યા છે. ગયા મહિને અમેરિકાએ લગભગ ૨૩૦ વર્ષ પછી પેની બનાવવાનું બંધ કર્યું છે. પેનીના સિક્કા પર અબ્રાહમ લિંકનની છબિ હોય છે એ વાતને ધ્યાનમાં રાખીને એની નિવૃત્તિની ઐતિહાસિક ક્ષણને ઊજવવા માટે વૉશિંગ્ટન ડીસીમાં લિંકન મેમોરિયલની બહાર એક સિમ્બૉલિક ફ્યુનરલ એટલે કે ‘અંતિમ સંસ્કાર’ની ક્રિયા યોજાઈ હતી.
આ કોઈ ઑફિશ્યલ પ્રોગ્રામ નહોતો, પણ સેંકડો લોકો કલ્ચરલ ઇવેન્ટની જેમ આ ફ્યુનરલમાં જોડાયા હતા. ઘણા લોકો કાળાં કપડાં પહેરીને આવ્યા હતા. કેટલાક લોકો આ પેનીની ઐતિહાસિકતાની સ્મૃતિમાં વિક્ટોરિયન યુગના પોશાક પહેરીને આવ્યા હતા અને કેટલાક ભૂતપૂર્વ US રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન જેવા પોશાક પહેરીને પહોંચ્યા હતા તો કેટલાક ફૅન્સી ડ્રેસમાં પેનીનો પોશાક પહેરીને આવ્યા હતા. મેમોરિયલ પાસે કૉફિન્સ પણ મૂકવામાં આવ્યાં હતાં જેની અંદર લોકો દફનાવવા માટે પેની મૂકતા હતા. અમેરિકાની સરકારને એક સેન્ટની કિંમતના આ એક પેનીનો સિક્કો બનાવવા માટે ત્રણ સેન્ટ જેટલો ખર્ચ કરવો પડતો હોવાથી અંતે એને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.


