લખનઉમાં અગિયારમા ધોરણમાં ભણતો ૧૭ વર્ષનો વૈભવકુમાર ઝા ફુલ સ્પીડમાં બુલેટ ચલાવતી વખતે બસની અંદર ઘૂસી ગયો હતો. અચાનક ટક્કર વાગી ત્યારે તે દોસ્ત શાશ્વત સાથે હતો. એવું કહેવાઈ રહ્યું છે કે છોકરો હેલ્મેટ વિના બાઇક ચલાવી રહ્યો હતો.
૧૭ વર્ષના ટીનેજરને બર્થ-ડે ગિફ્ટમાં મળી બુલેટ, ઍક્સિડન્ટ થતાં જીવ ગુમાવ્યો
લખનઉમાં અગિયારમા ધોરણમાં ભણતો ૧૭ વર્ષનો વૈભવકુમાર ઝા ફુલ સ્પીડમાં બુલેટ ચલાવતી વખતે બસની અંદર ઘૂસી ગયો હતો. અચાનક ટક્કર વાગી ત્યારે તે દોસ્ત શાશ્વત સાથે હતો. એવું કહેવાઈ રહ્યું છે કે છોકરો હેલ્મેટ વિના બાઇક ચલાવી રહ્યો હતો. તેણે હેલ્મેટ પાછળ બેઠેલા દોસ્તને આપી દીધું હતું. અકસ્માતમાં બન્ને ઘાયલ થયા હતા. બન્નેને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં વૈભવનું મૃત્યુ થયું હતું. ટીનેજરના હાથમાં બાઇક કોણે આપી એ સવાલ ઊભો થયો હતો. પોલીસે તપાસ કરતાં ખબર પડી હતી કે હજી ૩ વીક પહેલાં જ વૈભવના પિતાએ તેને જન્મદિવસ પર બુલેટ ગિફ્ટ આપી હતી.


