પિતા તેને ઘરે લઈને આવ્યા અને મૃત દીકરીને કૉફિનમાં સુવાડીને પ્રાર્થનાસભા યોજી.
યુલિડી
મધ્ય અમેરિકાના દેશ ગ્વાટેમાલામાં યુલિડી નામની એક ટીનેજરના અંતિમ સંસ્કાર થવા જઈ રહ્યા હતા ત્યારે અચાનક તે કૉફિનમાંથી બેઠી થઈ ગઈ હતી. પરિવારજનો તેને મૃત સમજી બેઠા હતા અને તેને કૉફિનમાં સુવાડી દીધી હતી. વાત એમ છે કે યુલિડી તેના પપ્પા અબ્રાહમ સાથે હૉસ્પિટલ જઈ રહી હતી, પરંતુ રસ્તામાં તેની તબિયત એટલી ખરાબ થઈ ગઈ કે તે બેહોશ થઈ ગઈ. હૉસ્પિટલ પહોંચ્યા પછી નર્સે તેની નાડી અને શ્વાસ તપાસીને કહ્યું કે દીકરી મરી ગઈ છે. પિતા તેને ઘરે લઈને આવ્યા અને મૃત દીકરીને કૉફિનમાં સુવાડીને પ્રાર્થનાસભા યોજી. સગાંસંબંધીઓ આવ્યા અને પ્રાર્થનાસભા શરૂ થઈ ત્યારે ટીનેજર દીકરીના મૃત્યુ પર લોકો રોકકળ કરી રહ્યા હતા. એ જ વખતે કૉફિન હલતું હોય એવું લાગતાં માએ કૉફિન ખોલ્યું તો દીકરી આળસ મરડીને ઊભી થઈ હતી. છોકરીનું કહેવું હતું કે તેને છાતીમાં તીવ્ર દુખાવો થતાં તે બેહોશ થઈ ગઈ હતી અને પછી કેવી રીતે ભાનમાં આવી એ વિશે કંઈ જ યાદ નથી.
