Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > નર્સે જાતે જ પોતાના પતિને ટૉઇલેટ ક્લીનરનું ઇન્જેક્શન આપીને પતાવી નાખ્યો

નર્સે જાતે જ પોતાના પતિને ટૉઇલેટ ક્લીનરનું ઇન્જેક્શન આપીને પતાવી નાખ્યો

Published : 08 July, 2026 12:58 PM | IST | Nizamabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ અકસ્માતમાં તે બચી ન જાય એ માટે નર્સ તરીકે કામ કરતી પત્નીએ તેનું ખુરાફાતી દિમાગ ચલાવ્યું હતું

પોલીસે મરનારની પત્ની અને પ્રેમીને પકડી લીધાં હતાં

અજબ ગજબ

પોલીસે મરનારની પત્ની અને પ્રેમીને પકડી લીધાં હતાં


આજકાલ પત્નીઓની હિંસાના કિસ્સાઓ ખૂબ જ સાંભળવા મળે છે. અત્યાર સુધી ઉત્તર ભારતમાં જ સાંભળવા મળતા હતા. જોકે થોડા દિવસ પહેલાં તેલંગણના નિઝામાબાદમાં નર્સનું કામ કરતી મહિલાએ પોતાના પતિની નિર્દયી હત્યા કરી હતી. તેનો હત્યા કરવાનો તરીકો જબરદસ્ત ચોંકાવનારો હતો. મહિલાએ પહેલાં પતિને એક બિલ્ડિંગની છત પરથી ધક્કો મારીને પતાવી દેવાની કોશિશ કરી હતી. જોકે આ અકસ્માતમાં પતિ ગંભીર રીતે ઘાયલ થયો હતો, પરંતુ જીવ બચી ગયો હતો. હૉસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. આ અકસ્માતમાં તે બચી ન જાય એ માટે નર્સ તરીકે કામ કરતી પત્નીએ તેનું ખુરાફાતી દિમાગ ચલાવ્યું હતું. હૉસ્પિટલમાં પતિને ગ્લુકોઝના બાટલા ચડી રહ્યા હતા એ વખતે એમાં નર્સ પત્નીએ ટૉઇલેટ ક્લીનર ભેળવી દીધું હતું. આ ઝેરી કેમિકલ પતિના આખા શરીરમાં લોહી દ્વારા ફરી વળતાં તેનું મૃત્યુ થઈ ગયું હતું. રિકવર થઈ રહેલો દરદી કઈ રીતે અચાનક મૃત્યુ પામ્યો એ બાબતે હૉસ્પિટલે તપાસ કરતાં ગ્લુકોઝના બાટલામાં ટૉઇલેટ ક્લીનર કેમિકલની હાજરી જોવા મળી હતી. પોલીસે આ મામલે પત્નીની કડક પૂછતાછ કરતાં હકીકત બહાર આવી હતી. પોલીસે મરનારની પત્ની અને પ્રેમીને પકડી લીધાં હતાં. 


Whatsapp-channel Whatsapp-channel

08 July, 2026 12:58 PM IST | Nizamabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK