Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ક્રિકેટપ્રેમી મિત્રની અર્થી ક્રિકેટના ગ્રાઉન્ડમાંથી પસાર કરીને ક્રિકેટ-ટીમે આપી અનોખી વિદાય

ક્રિકેટપ્રેમી મિત્રની અર્થી ક્રિકેટના ગ્રાઉન્ડમાંથી પસાર કરીને ક્રિકેટ-ટીમે આપી અનોખી વિદાય

Published : 01 February, 2026 03:17 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જ્યારે અંતિમયાત્રા અહીંથી પસાર થઈ ત્યારે લોકોએ આંખમાં આંસુ સાથે ચિયર કરીને વિદાય આપી હતી.

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

અજબ ગજબ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


સોશ્યલ મીડિયામાં એક વિડિયો મૂકવામાં આવ્યો છે જેમાં દાવો થયો છે કે ક્રિકેટપ્રેમી યુવાનનું મૃત્યુ થતાં તેના મિત્રોએ છેલ્લી વાર તેના પાર્થિવ શરીરને ક્રિકેટના ગ્રાઉન્ડ પર ફેરવીને અંતિમ સંસ્કાર માટે લઈ ગયા હતા. આખરી ફેરવેલ આપવા માટે તેની ક્રિકેટ-ટીમના સભ્યોએ પિચ પર અર્થી ફેરવી હતી. જે યુવાને જીવનનો મોટો સમય ક્રિકેટના ગ્રાઉન્ડ પર ગાળ્યો હતો અને ક્રિકેટ જ તેનું પૅશન હતું તેને આખરી વિદાય આપવા માટે જ્યારે અંતિમયાત્રા અહીંથી પસાર થઈ ત્યારે લોકોએ આંખમાં આંસુ સાથે ચિયર કરીને વિદાય આપી હતી.

આ ઘટના ક્યાંની છે એની કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી. આ ઘટના સાચી છે કે ખોટી એ પણ ખબર નથી, પરંતુ મિત્રોની આ ટોળીએ ઇમોશનલ વિદાયને ખાસ કઈ રીતે બનાવી શકાય એનો પાઠ શીખવ્યો છે એ તો નક્કી.


Whatsapp-channel Whatsapp-channel

01 February, 2026 03:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK