લિયુએ કહ્યું હતું કે મને નવું જીવન આપનાર વ્યક્તિનો ચહેરો મને યાદ હતો, પરંતુ વર્ષો વહી જતાં એ યાદો ધૂંધળી થઈ ગઈ હતી
લિઆંગ અને લિયુ
૨૦૦૮માં બાવીસ વર્ષનો લિઆંગ મિલિટરી રેસ્ક્યુ ટીમનો હિસ્સો હતો. એ વખતે ભૂકંપને કારણે ધરાશાયી થઈ ગયેલા બિલ્ડિંગમાંથી કેટલાક લોકોને બચાવવાના કાર્યમાં લિઆંગે ખૂબ સારું કામ કર્યું હતું. એ વખતે તેણે ચાર કલાક સુધી કાટમાળ ખસેડ્યા પછી ૧૦ વર્ષની લિયુ નામની એક છોકરીને નવજીવન બક્ષ્યું હતું. હાદસામાંથી બચ્યા પછી લિયુ તેના વતન જતી રહી હતી. એ છોકરી હવે ૨૭ વર્ષની થઈ ગઈ અને ગયા મહિને બન્નેએ લગ્ન કરી લીધાં છે. લિયુએ કહ્યું હતું કે મને નવું જીવન આપનાર વ્યક્તિનો ચહેરો મને યાદ હતો, પરંતુ વર્ષો વહી જતાં એ યાદો ધૂંધળી થઈ ગઈ હતી. ૨૦૨૦માં તે પેરન્ટ્સ સાથે જમવા ગઈ ત્યારે પાસેના ટેબલ પર એક વ્યક્તિને જોઈને તેને લાગ્યું કે આ તો બહુ જાણીતો ચહેરો છે. તેને યાદ આવી ગયું કે આ એ જ સૈનિક છે જેણે તેનું જીવન બચાવ્યું હતું. તે હિંમત એકઠી કરીને લિઆંગ પાસે ગઈ અને જૂની વાતની યાદ દેવડાવી. બસ, એ પછી તો મુલાકાતો વધતી રહી અને લાંબી વાતો અને ચૅટિંગ પ્રેમમાં પરિણમ્યાં.


