Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > મેક્સિકોના મેયરે દર વર્ષની જેમ ફરીથી મગર સાથે લગ્ન કરીને એને કિસ કરી

મેક્સિકોના મેયરે દર વર્ષની જેમ ફરીથી મગર સાથે લગ્ન કરીને એને કિસ કરી

Published : 07 July, 2026 10:44 AM | IST | Mexico
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૩૦ વર્ષથી આ પરંપરા નિભાવાય છે અને આ પરંપરાને સારા વરસાદ, ભરપૂર પાક અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

અજબ ગજબ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


મેક્સિકોના સૅન પેડ્રો શહેરમાં દર વર્ષે મેયરનાં લગ્ન એક કૅમન પ્રજાતિના મગર સાથે કરાવવામાં આવે છે. ૨૩૦ વર્ષથી આ પરંપરા નિભાવાય છે અને આ પરંપરાને સારા વરસાદ, ભરપૂર પાક અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. આ વર્ષે શહેરના મેયર ડૅનિયલ ગુટિયરેઝે એના સિન્તિયા નામની મગર સાથે પ્રતીકાત્મક લગ્ન કર્યાં હતાં. લગ્ન પહેલાં માદા મગરને સફેદ રંગનું વેડિંગ ગાઉન પહેરાવીને દુલ્હનની જેમ સજાવવામાં આવી હતી. બૅન્ડવાજાં સાથે આખા શહેરમાં મગરવધૂની યાત્રા નીકળી હતી અને પછી લગ્નમંડપમાં પ્રતીકાત્મક લગ્ન થયાં હતાં. માન્યતા છે કે આ પરંપરા બે આદિવાસી સમુદાયની વચ્ચે થયેલા ઐતિહાસિક સમાધાન અને શાંતિકરારની યાદમાં નિભાવવામાં આવે છે. લોકોને વિશ્વાસ છે કે આ પરંપરા નિભાવવાથી આખા શહેરની સુખ અને સમૃદ્ધિ વધે છે. લગ્ન કર્યા પછી મેયર મગરને કિસ પણ કરે છે. એ પછી પરિણીત મગરને ખાસ સંગ્રહાલયમાં સાચવવામાં આવે છે. 


Whatsapp-channel Whatsapp-channel

07 July, 2026 10:44 AM IST | Mexico | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK