Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ગામના નામને કારણે છોકરાઓને નોકરી નથી મળતી અને છોકરીઓનાં લગ્ન નથી થતાં, નામ છે રૂપવાર તવાયફ

ગામના નામને કારણે છોકરાઓને નોકરી નથી મળતી અને છોકરીઓનાં લગ્ન નથી થતાં, નામ છે રૂપવાર તવાયફ

Published : 06 February, 2026 02:38 PM | IST | Uttar Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગામના યુવાનોની વળી યુનિક સમસ્યા છે. નામને કારણે તેમને નોકરી મેળવવામાં તકલીફ પડે છે.

‘રૂપવાર તવાયફ’ ગામ

અજબ ગજબ

‘રૂપવાર તવાયફ’ ગામ


ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના ‘રૂપવાર તવાયફ’ નામના ગામના લોકોને ગામના નામને કારણે ખૂબ સામાજિક તિરસ્કાર સહન કરવો પડે છે. નામમાં આવેલો તવાયફ શબ્દ આ ગામના લોકો માટે જાણે અભિશાપ બની ગયો છે. ગ્રામજનોનું કહેવું છે કે તેમનું ગામ અન્ય ગામો જેવું જ છે, વ્યવસ્થાઓ અને સુવિધાઓમાં પણ સારું છે; પરંતુ જ્યારે પણ કોઈ બહારની વ્યક્તિ અમને તમારા ગામનું નામ શું? એવું પૂછે ત્યારે અમને નામ કહેવામાં શરમ આવે છે.’

ગામના યુવાનોની વળી યુનિક સમસ્યા છે. નામને કારણે તેમને નોકરી મેળવવામાં તકલીફ પડે છે. ઇન ફૅક્ટ, જ્યારે પણ કોઈ સરકારી દસ્તાવેજ બનાવવાનો હોય ત્યારે એમાં ગામના નામનો ઉલ્લેખ અનિવાર્ય હોય છે અને એને કારણે અનેક સવાલો અને સામાજિક ભેદભાવ ગામજનોને સહન કરવો પડે છે. આધાર કાર્ડ અને પૅન કાર્ડ સહિતનાં તમામ ઓળખપત્રોમાં ગામનું નામ આ જ રીતે લખેલું છે એને કારણે ક્યાંય આ દસ્તાવેજો આપવાના હોય તો પણ તકલીફ પડે છે. યુવાન છોકરીઓનાં લગ્ન કરવામાં મુશ્કેલી પડે છે. કદાચ પહેલાંના સમયમાં આ ગામમાં તવાયફો સાથે કોઈ સંબંધ હશે, પરંતુ હવે લગભગ છેલ્લી ત્રણથી ચાર પેઢીથી તવાયફ નામ સાથે કોઈ સંબંધ નથી. ગામના યુવાનો ભણી-ગણીને ઑફિસર બનવા માગે છે, પરંતુ ત્યાં પણ તેમને તવાયફ શબ્દને કારણે છોછ અનુભવવો પડે છે.


Whatsapp-channel Whatsapp-channel

06 February, 2026 02:38 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK