Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પ્રાણીઓના મનમાં શું છે એ સમજવા માટે શરૂ થયો પેટ ટૅરો રીડિંગ ટ્રેન્ડ

પ્રાણીઓના મનમાં શું છે એ સમજવા માટે શરૂ થયો પેટ ટૅરો રીડિંગ ટ્રેન્ડ

Published : 25 July, 2026 11:24 AM | IST | South Korea
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ પદ્ધતિ એટલી વાઇરલ થઈ છે કે હવે ડૉગ્સનું મન સમજવા માટે ટૅરો રીડિંગ પાછળ પેટ પેરન્ટ્સ ધૂમ પૈસા ખર્ચે છે. 

પ્રતીકાત્મક તસવીર

અજબ ગજબ

પ્રતીકાત્મક તસવીર


સાઉથ કોરિયામાં પાળતુ ડૉગ્સ માટે એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે. અહીંના લોકો માને છે કે પ્રાણીઓ પણ કંઈક વિચારતા તો હોય જ છે, પણ એ કમ્યુનિકેટ નથી કરી શકતા. પાળેલા ડૉગ્સની લાગણી અને બિહેવિયરને સમજવા માટે પાટનગર સોલમાં પેટ ટૅરો રીડિંગ કરવામાં આવે છે. આ માટે ખાસ પેટ પેરન્ટ્સ ટૅરો રીડિંગ એક્સપર્ટ્સને કન્સલ્ટ કરે છે. એમાં પેટ્સની સામે ટૅરો કાર્ડ્સ ફેલાવીને મૂકવામાં આવે છે. એ પછી પેટ વિશે શું જાણવું છે એવો સવાલ એના પેરન્ટને પૂછવામાં આવે છે. ટૅરો-રીડર એ સવાલ રિપીટ કરીને પેટને એમાંથી કોઈ એક કે બે કાર્ડ્સ ઉઠાવવા કહે છે. ડૉગી જે કાર્ડ પકડે એના આધારે રીડર એના મનમાં શું છે એનું ઇન્ટરપ્રિટેશન કહે છે.

આ પદ્ધતિ એટલી વાઇરલ થઈ છે કે હવે ડૉગ્સનું મન સમજવા માટે ટૅરો રીડિંગ પાછળ પેટ પેરન્ટ્સ ધૂમ પૈસા ખર્ચે છે. 


Whatsapp-channel Whatsapp-channel

25 July, 2026 11:24 AM IST | South Korea | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK