સરપંચના દીકરાની બારાતની આવી પગપાળા બરફમાં વિદાય કોઈએ નહીં જોઈ હોય.
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
ઉત્તરાખંડના સલિયાણા ગામમાં સરપંચ જીત સિંહ બિષ્ટના દીકરા સૂરજનાં લગ્ન નજીકના પરવાડી ગામમાં આરતી નામની કન્યા સાથે થવાનાં હતાં. વસંતપંચમીના દિવસે જ લગ્ન હતાં એટલે બધા જાનૈયાઓ નાની-નાની કારમાં દુલ્હનના ગામ પહોંચ્યા. વાજતેગાજતે જાનનું સ્વાગત થયું અને પરવાડી ગામમાં હજી વરમાળા થાય એ પહેલાં તો બરફવર્ષા શરૂ થઈ ગઈ. સૌએ મસ્ત બરફમાં લગ્ન માણ્યાં. જોકે લગ્ન પૂરાં થઈને વિદાયનો સમય આવ્યો ત્યારે ચોતરફ એટલો બરફ છવાઈ ગયેલો કે જાનમાં આવેલી એકેય ગાડી નીકળી શકે એમ નહોતી. જોકે વિદાયનું મુરત સાચવવા માટે જાન સમયસર વિદાય લઈને પગપાળા જ નીકળી ગઈ. દુલ્હો-દુલ્હન પગપાળા જ બરફમાં ૨૧ કિલોમીટર ચાલીને સલિયાણા ગામ પહોંચ્યાં. સરપંચના દીકરાની બારાતની આવી પગપાળા બરફમાં વિદાય કોઈએ નહીં જોઈ હોય.
રુદ્રપ્રયાગના ત્રિયુગીનારાયણ મંદિરમાં વસંતપંચમીએ બરફવર્ષાની વચ્ચે થયાં સાત લગ્ન
ADVERTISEMENT
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં વસંતપંચમીના સપરમા અવસરે શિવ-પાર્વતીના પવિત્ર વિવાહસ્થળે ભારતભરમાંથી ૭ યુગલો લગ્ન કરવા માટે પહોંચ્યાં હતાં. ત્રિયુગીનારાયણ મંદિરમાં લગ્ન થયાં ત્યારે ત્યાં બરફવર્ષા થતાં યુગલોએ લગ્ન પછી બરફની વચ્ચે ફોટોશૂટનો લહાવો લીધો હતો. નવયુગલ અને જાનૈયાઓ સૌ માટે આ યાદગાર પ્રસંગ બની ગયો હતો.


