વિશાલ પ્રજાપતિ નામના કલાકારે વૃંદાવનના પ્રેમાનંદજી મહારાજ એકદમ જીવંત લાગે એવી મૂર્તિ સિલિકૉનમાંથી તૈયાર કરી છે
સોશ્યલ મીડિયા હૅન્ડલ પર વિશાલ પ્રજાપતિના કામની પ્રેમાનંદજીના ભક્તોએ ખૂબ સરાહના કરી હતી.
વિશાલ પ્રજાપતિ નામના કલાકારે વૃંદાવનના પ્રેમાનંદજી મહારાજ એકદમ જીવંત લાગે એવી મૂર્તિ સિલિકૉનમાંથી તૈયાર કરી છે. પહેલી નજરે આ મૂર્તિ છે કે ખરેખર પ્રેમાનંદજી એ કહેવામાં મુશ્કેલી પડે એટલી હૂબહૂ નકલ કરી છે. તેમના ચહેરા પરના ભાવો એટલા સાચકલા છે કે જાણે મૂર્તિ જીવંત થઈ ઊઠી હોય. ચહેરા પરની પ્રત્યેક કરચલી, ભાવ અને આંખોમાં કરુણાનો ભાવ ધરાવતી મૂર્તિ જોઈને ભલભલા કહી ઊઠશે કે આ મૂર્તિ નહીં, આસ્થાનો અનુભવ છે. સોશ્યલ મીડિયા હૅન્ડલ પર વિશાલ પ્રજાપતિના કામની પ્રેમાનંદજીના ભક્તોએ ખૂબ સરાહના કરી હતી.

