હરિયાણાના અંબાલામાં રવીન્દ્રકુમાર ઉર્ફે બિલ્લુએ પાળેલી મુર્રા ભેંસ આજકાલ ચર્ચાનો વિષય બની છે.
આ છે એ ભેંસ
હરિયાણાના અંબાલામાં રવીન્દ્રકુમાર ઉર્ફે બિલ્લુએ પાળેલી મુર્રા ભેંસ આજકાલ ચર્ચાનો વિષય બની છે. સાહા ગામમાં રહેતા બિલ્લુને એની ભેંસો સાથે સોશ્યલ મીડિયામાં બહુ લોકપ્રિયતા મળી રહી છે. બિલ્લુની ભેંસે તાજેતરમાં ૨૯.૬૫૦ લીટર દૂધ આપીને કુરુક્ષેત્રમાં થતી એક સ્પર્ધામાં બુલેટ જીતી લીધી હતી. આ ભેંસ પહેલાં પણ બે ઇનામો જીતી ચૂકી છે. બુલેટ ઉપરાંત એને એક વાર બે લાખ રૂપિયાનું કૅશ પ્રાઇઝ પણ મળ્યું હતું અને એક વાર ટ્રૅક્ટર પણ જીત્યું હતું. બિલ્લુએ ભેંસ ઉપરાંત ગાયો અને બકરી પણ પાળી છે અને તે દરેક પ્રાણીને ખૂબ જતનથી સાચવે છે.
કુરુક્ષેત્રમાં ડેરી ફાર્મ અસોસિએશનના પશુમેળામાં બિલ્લુની ભેંસે એક જ દિવસમાં ૨૯.૬૫૦ લીટર દૂર આપ્યું હતું. સામાન્ય રીતે આ પ્રજાતિની ભેંસો ૧૦થી ૧૮ લીટર દૂધ આપે છે. ૨૫ લીટરથી વધુ દૂધ આપતી ભેંસોને ચૅમ્પિયન માનવામાં આવે છે.


