મનોવિજ્ઞાનીઓના મતે આ બીમારીની કોઈ સારવાર પણ નથી હોતી.
અજબગજબ
મિશેલ કોબકે
જર્મનીની ૩૬ વર્ષની મિશેલ કોબકે ૨૦૧૩થી બોઇંગ ૭૩૭-૮૦૦ વિમાનના પ્રેમમાં પડી હતી. શરૂઆતમાં તેને આ બહુ સામાન્ય લાગ્યું, પણ પછી એ વિમાન પ્રત્યેનો પ્રેમ ગાંડપણની સ્થિતિએ પહોંચી ગયો. મિશેલને એ વિમાન સાથે લગ્ન કરવાં હતાં. તેણે વિમાનનું હુલામણું નામ ‘સચતજ’ એટલે કે ડાર્લિંગ પણ પાડ્યું હતું અને રાતદિવસ વિમાનનું નાનકડું મૉડલ પણ પોતાની સાથે રાખતી હતી. એ તો ઠીક, એ વિમાન પોતાની સાથે જ છે એવું લાગે એટલે મિશેલ ફ્લેપ ટ્રૅક ફેરિંગ અને ટૅન્ક વાલ્વ પણ ખરીદતી હતી. હવે ૯ વર્ષ પછી એકાએક મિશેલ કોબકેએ બોઇંગ વિમાન સાથે બ્રેકઅપ કરવાનો નિર્ણય કર્યો છે એટલે તેણે વિમાનને લગતી ૩૦૦થી વધુ વસ્તુઓ વેચી નાખી છે. આ ઘટનાએ જર્મનીના લોકોને ચકિત કરી દીધા છે. જોકે મનોવિજ્ઞાનીઓના મતે મિશેલને પૅરાફિલિયા હોઈ શકે છે. આવા સંબંધોનો ઑબ્જેક્ટોફિલિયા કહેવાય છે. એમાં નિર્જીવ વસ્તુઓ સાથે રોમૅન્ટિક સંબંધ બંધાઈ જાય છે. મનોવિજ્ઞાનીઓના મતે આ બીમારીની કોઈ સારવાર પણ નથી હોતી.