અચાનક ટ્રાફિક-પોલીસને જોઈને તેમનાથી બચવા માટે બાઇકરે સ્પીડ વધારી દીધી. ટ્રિપલ સીટ સવારી કરવાને કારણે તેમને દંડ થાય એમ હતો અને એ દંડ ન ભરવો પડે એ માટે બાઇકરે ત્યાંથી ઝડપથી ભાગવા સ્પીડ વધારી હતી.
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
ઉત્તરાખંડના રુદ્રપુરમાં એક મહિલા પતિની પાછળ બાઇક પર બેઠી હતી. જોકે તેઓ ટ્રિપલ સીટ જઈ રહ્યા હતા. એક ચેક-પૉઇન્ટ પાસે ટ્રાફિક-પોલીસ નાકાબંધી કરીને નિયમો તોડનારાને રોકી રહી હતી. અચાનક ટ્રાફિક-પોલીસને જોઈને તેમનાથી બચવા માટે બાઇકરે સ્પીડ વધારી દીધી. ટ્રિપલ સીટ સવારી કરવાને કારણે તેમને દંડ થાય એમ હતો અને એ દંડ ન ભરવો પડે એ માટે બાઇકરે ત્યાંથી ઝડપથી ભાગવા સ્પીડ વધારી હતી. અચાનક જ સ્પીડનો વધારો થતાં પાછળ બેઠેલી મહિલા પડી ગઈ હતી. નવાઈની વાત એ છે કે પાછળથી વાઇફ પડી ગઈ હોવા છતાં બાઇકર પાછો આવ્યો નહોતો. પોલીસે દોડીને પડી ગયેલી મહિલાને મદદ કરીને ઊભી કરી હતી અને સાઇડમાં લઈ જઈને તેને કંઈ વાગ્યું તો નથીને એ ચેક કર્યું હતું. ઉત્તરાખંડ પોલીસનું કહેવું છે કે પત્ની પડી ગયા પછી પણ બાઇકર પાછો વળીને આવ્યો નહોતો.
