મધ્ય પ્રદેશના ઉમરિયા જિલ્લાના પથારી ગામમાં નવરાત્રિ પછી જ્વારાનું વિસર્જન કરવા માટેનું સરઘસ નીકળ્યું હતું. એ વખતે ૩૮ વર્ષનો રામ કોલ નામનો એક યુવાન મા મહાકાળીના વેશમાં સજ્જ થઈને ડાન્સ કરી રહ્યો હતો.
મા મહાકાલીના વેશમાં ડાન્સ કરતા યુવાનને હાર્ટ-અટૅક આવ્યો
મધ્ય પ્રદેશના ઉમરિયા જિલ્લાના પથારી ગામમાં નવરાત્રિ પછી જ્વારાનું વિસર્જન કરવા માટેનું સરઘસ નીકળ્યું હતું. એ વખતે ૩૮ વર્ષનો રામ કોલ નામનો એક યુવાન મા મહાકાળીના વેશમાં સજ્જ થઈને ડાન્સ કરી રહ્યો હતો. રામ મજૂરી કરીને પરિવારનું પાલનપોષણ કરતો હતો અને માતાજીમાં ખૂબ શ્રદ્ધા ધરાવતો હતો. જ્વારાના વિસર્જન દરમ્યાન પરંપરાગત કાલી નૃત્ય કરવા માટે તેણે મહાકાળીનો વેશ ધારણ કર્યો હતો. આખા રસ્તે ડાન્સ કરતાં-કરતાં કિનારે પહોંચ્યો એ વખતે જ તે લથડી પડ્યો. સંતુલન ગુમાવવા છતાં તેનું શરીર હલતું રહ્યું અને આસપાસના લોકો તેને પકડે એ પહેલાં જ તે માથાભેર નીચે પડ્યો હતો. ચહેરા પર કાલીનું રૌદ્ર સ્વરૂપ હતું અને પાછળ બૅન્ડવાજાંની ભક્તિમય ધૂનમાં તે ખૂબ ઉત્સાહમાં આવી ગયો હતો, પરંતુ અચાનક જ પડી ગયો અને ત્યાં જ તેના રામ રમી ગયા હતા.
