Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બે બાળકોની મમ્મીને એક બાળકના પપ્પા સાથે થયો પ્રેમ, બન્નેએ હોટેલમાં મળીને એકસાથે ઝેર ખાઈ લીધું

બે બાળકોની મમ્મીને એક બાળકના પપ્પા સાથે થયો પ્રેમ, બન્નેએ હોટેલમાં મળીને એકસાથે ઝેર ખાઈ લીધું

Published : 13 July, 2026 03:47 PM | Modified : 13 July, 2026 04:51 PM | IST | Prayagraj
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉત્તર પ્રદેશના ઉન્નાવની બે સંતાનોની માતા શિવાંગી તિવારી અને એક બાળકના પિતા દિગ્વિજય સિંહે પરિવારના વિરોધના ડરથી કાનપુરની હોટેલમાં ઝેર ખાઈ જીવન ટૂંકાવ્યું. સારવાર દરમિયાન બંનેના મોત થયા અને રૂમમાંથી ઝેરની પડીકીઓ મળી આવી.

બે બાળકોની મમ્મીને એક બાળકના પપ્પા સાથે થયો પ્રેમ, બન્નેએ હોટેલમાં મળીને એકસાથે ઝેર ખાઈ લીધું

બે બાળકોની મમ્મીને એક બાળકના પપ્પા સાથે થયો પ્રેમ, બન્નેએ હોટેલમાં મળીને એકસાથે ઝેર ખાઈ લીધું


ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં રહેતી બે સંતાનોની માતા શિવાંગી તિવારીને ફત્તેહપુરમાં રહેતા એક સંતાનના પિતા દિગ્વિજય સિંહ સાથે પ્રેમ થઈ ગયો હતો. બન્ને એકમેકના પ્રેમમાં ગળાડૂબ હતાં, પરંતુ પરિવારજનો તેમના પ્રેમને નહીં સમજી શકે એવું લાગતાં તેમણે જીવન ટૂંકાવવાનો નિર્ણય લીધો હતો. બન્ને શનિવારે બપોરે કાનપુરની એક હોટેલમાં ગયાં. સાંજે ૪ વાગ્યાના અરસામાં તેમના રૂમમાંથી શિવાંગીની બૂમો સંભળાઈ રહી હતી. તેમના રૂમનો દરવાજો ખુલ્લો હતો. શિવાંગી બૂમો પાડીને પાણી માગી રહી હતી, જ્યારે દિગ્વિજય સિંહ અચેત અવસ્થામાં બેડ પર પડ્યો હતો. શિવાંગીને પાણી પીવડાવીને તરત જ બન્નેને હૉસ્પિટલ ભેગા કરવામાં આવ્યાં હતાં. જોકે ત્યાં સારવાર દરમ્યાન બન્ને મૃત્યુ પામ્યાં હતાં. હોટેલના રૂમમાંથી ઝેરની પડીકીઓ મળી હતી. બન્નેએ આત્મહત્યા કરી લીધી હતી. શિવાંગી ઘરેથી નીકળી ત્યારે તેણે ઝેર ખાઈને મરી જઈશ એવી ધમકી આપી હતી. હોટેલમાં બન્નેએ પતિ-પત્ની તરીકે રૂમ બુક કરાવ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

13 July, 2026 04:51 PM IST | Prayagraj | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK