બાળકીઓ કહે છે, ‘DM સર, પ્લીઝ અમારા ઘરની ઉપરથી પસાર થતા આ તાર દૂર કરી આપો. એને લીધે અમને ઘણી તકલીફ પડે છે. અમે અમારું ઘર પણ બનાવી શકતા નથી. છેલ્લાં ૧૫ વર્ષથી આ લાઇન બંધ છે.’
ક્યુટ બાળકીઓની વિનંતીથી પીગળી ગયા ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ
ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લાના ચંદૌસી શહેરની બે બાળકીઓ દ્વારા એક વિડિયોમાં ઇમોશનલ અપીલ કરવામાં આવતાં સ્થાનિક ઍડ્મિનિસ્ટ્રેશન ઍક્શનમાં આવી ગયું હતું. વાઇરલ થયેલા વિડિયોમાં બે નાનકડી બાળકીઓ હાથ જોડીને ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ (DM)ને વિનંતી કરે છે. બાળકીઓ કહે છે, ‘DM સર, પ્લીઝ અમારા ઘરની ઉપરથી પસાર થતા આ તાર દૂર કરી આપો. એને લીધે અમને ઘણી તકલીફ પડે છે. અમે અમારું ઘર પણ બનાવી શકતા નથી. છેલ્લાં ૧૫ વર્ષથી આ લાઇન બંધ છે.’
બાળકીઓનો આ વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં જ DM ઍક્ટિવ થઈ ગયા હતા અને તેમણે બાળકીઓના ઘર ઉપરથી પસાર થતો હાઈ-ટેન્શન વાયર દૂર કરવા માટેની કામગીરી શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. પોલીસ અને વીજળી વિભાગની ટીમો બાળકીના ઘરે પહોંચી હતી અને વહેલી તકે વાયર ઝડપથી દૂર કરવાની ખાતરી આપી હતી. DMએ પણ આ ઘટના વિશે જણાવ્યું હતું કે ‘અધિકારીઓને તાત્કાલિક તપાસ કરવાની અને જરૂરી કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. ત્યાંની લાઇન દૂર કરવા માટે કાર્યવાહી ચાલી રહી છે.’


