Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૧.૩૧ કરોડ રૂપિયાની ચલણી નોટોથી સજ્યા ઉજ્જૈનના બુદ્ધેશ્વર મહાદેવ

૧.૩૧ કરોડ રૂપિયાની ચલણી નોટોથી સજ્યા ઉજ્જૈનના બુદ્ધેશ્વર મહાદેવ

Published : 26 February, 2026 11:09 AM | IST | ujjain
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

છેલ્લાં પાંચ વર્ષથી ચાલી આવતી અનોખી પરંપરા હેઠળ શ્રદ્ધાળુઓ પાસેથી જ આ રોકડ દાનમાં લેવામાં આવે છે

બુદ્ધેશ્વર મહાદેવ મંદિર

અજબ ગજબ

બુદ્ધેશ્વર મહાદેવ મંદિર


ઉજ્જૈન જિલ્લાના બડનગરમાં આવેલા બુદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં રોકડ રકમનો ભવ્ય શૃંગાર કરવામાં આવ્યો છે. છેલ્લાં પાંચ વર્ષથી ચાલી આવતી અનોખી પરંપરા હેઠળ શ્રદ્ધાળુઓ પાસેથી જ આ રોકડ દાનમાં લેવામાં આવે છે અને પછી આ જ રાશિ તેમને પાછી પ્રસાદરૂપે આપી દેવામાં આવે છે. આ સજાવટ માટે સાત કુશળ કલાકારોની ટીમે મહેનત કરી છે. આ વખતે સૌથી વધુ ચલણી નોટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પાંચ વર્ષ પહેલાં ૫૧ લાખ રૂપિયાની નોટોથી ભગવાન બુદ્ધેશ્વરનો શણગાર કરવામાં આવ્યો હતો. એ પછી સતત આ રકમમાં વધારો થતો રહ્યો. આ વર્ષે ૧.૩૧ કરોડ રૂપિયાની નોટો વપરાઈ છે. એમાં ૧૦, ૨૦, ૫૦, ૧૦૦, ૨૦૦ અને ૫૦૦ રૂપિયાની નોટો વપરાઈ છે. સાત કલાકારોએ સતત બે દિવસ સુધી મહેનત કરીને મંદિર અને શિવલિંગની સજાવટ કરી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

26 February, 2026 11:09 AM IST | ujjain | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK