બ્રિટનમાં રહેતા એક પાકિસ્તાનીની કરતૂતો ઉજાગર થયા પછી કોર્ટ પણ ચોંકી ગઈ હતી અને તેને ત્રણ વર્ષની જેલની સજા સંભળાવી હતી
રેહાન બેગ નામના એક યુવક પર મરઘીઓનું જાતીય શોષણ કરવાનો આરોપ લાગ્યો છે
બ્રિટનમાં રહેતા એક પાકિસ્તાનીની કરતૂતો ઉજાગર થયા પછી કોર્ટ પણ ચોંકી ગઈ હતી અને તેને ત્રણ વર્ષની જેલની સજા સંભળાવી હતી. વાત એમ છે કે બ્રિટનના બ્રૅડફર્ડ શહેરમાં રહેતા રેહાન બેગ નામના એક યુવક પર મરઘીઓનું જાતીય શોષણ કરવાનો આરોપ લાગ્યો છે. પોલીસને તપાસ દરમ્યાન તેના અને તેની પત્નીના મોબાઇલમાં આ હિચકારું કૃત્ય કરતા અનેક વિડિયો મળી આવ્યા હતા. સૌથી હેરાન કરનારી વાત એ હતી કે રેહાન જ્યારે તેની પાળેલી મરઘીઓ સાથે જાતીય સંબંધ બાંધતો ત્યારે એનું રેકૉર્ડિંગ તેની પત્ની જ કરતી હતી. રેહાન તેની મરઘીઓને ફૅમિલી-પેટ્સ કહેતો હતો, પણ તેના ઇરાદા ખૂબ અશ્ળીલ હતા. તે લાંબા સમયથી મરઘીઓ સાથે આ કામ કરતો હતો, પરંતુ પાડોશીઓ અને પરિચિતોને એની ભનક પણ નહોતી આવવા દીધી. તેના આ કૃત્ય વિશે પોલીસને કોણે ટિપ આપી એ વિશે કોઈ ખુલાસો થયો નથી. જોકે રેહાનના ઘરે છાપો મારીને તેના મોબાઇલ ફંફોસતાં તરત જ એના બોલતા પુરાવાઓ મળી જતાં તરત જ તેના પર પ્રાણીઓ પર ક્રૂરતા કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો. સ્થાનિક કોર્ટે તેને ત્રણ વર્ષની સખત જેલની સજા સંભળાવી છે.
