રિટાયર થયા પછી સમય કઈ રીતે પસાર કરવો એ કેટલાય લોકો માટે મોટી સમસ્યા હોય છે. જોકે બ્રિટનના પીટરબરોમાં રહેતા ૬૨ વર્ષના સ્ટીવ વેનરાઇટે કંઈક સાવ જ અનોખું સર્જન કરવાનું શરૂ કર્યું છે.
નવરા બેઠા આ ભાઈ જાયન્ટ ચીજો બનાવે છે
રિટાયર થયા પછી સમય કઈ રીતે પસાર કરવો એ કેટલાય લોકો માટે મોટી સમસ્યા હોય છે. જોકે બ્રિટનના પીટરબરોમાં રહેતા ૬૨ વર્ષના સ્ટીવ વેનરાઇટે કંઈક સાવ જ અનોખું સર્જન કરવાનું શરૂ કર્યું છે. ૧૯૮૦ના દાયકામાં આવેલી હૉલીવુડની બ્લૉકબસ્ટર ફિલ્મ ‘હની, આઇ શ્રન્ક ધ કિડ્સ’ના દીવાના સ્ટીવે નાની નહીં પણ જાયન્ટ ચીજો બનાવવાનું નક્કી કર્યું. તેમણે રોજબરોજના જીવનમાં વપરાતી સાદી ચીજોનું જાયન્ટ વર્ઝન ક્રીએટ કરવાનું શરૂ કર્યું છે. નિવૃત્તિમાં સાવ બોર થઈ જવાય એના કરતાં કંઈક એવું બનાવવું જે જોઈને બીજા લોકો પણ ચોંકી જાય. સ્ટીવના આ મંત્રને કારણે અત્યાર સુધીમાં તેમના બૅકયાર્ડમાં બનાવેલી વર્કશૉપમાં જાયન્ટ પેન્સિલ, મેઝરટેપ, સ્ક્રૂ, કપડાં સૂકવવાની પિન, પાનું, ડિસમિસ જેવી રોજબરોજની ટચૂકડી ચીજો પોતાના કરતાં પણ મોટી સાઇઝમાં બનાવી છે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનું બૅકગ્રાઉન્ડ ધરાવતા સ્ટીવનું કહેવું છે કે ‘નિવૃત્ત થયા પછી તમે કેટલું ગાર્ડનિંગ કરો? કેટલું લોકો સાથે હરોફરો? કેટલું પત્ની સાથે ઝઘડો? પત્ની સાથે ઘરકામમાં કેટલી મદદ કરો? આ કામો થકવી નાખનારાં છે. એને બદલે આ કંઈક નવું બનાવવામાં જે ખુશી છે એ મજાની છે.’
